કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ દિલ્હીનાં વખાણ કર્યા:દેશમાં ધોરણ દીઠ એક ટીવી ચેનલ બનાવાશે, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુંકે દિલ્હીની ટેક્સ્ટ બુક મોડલ બની શકે

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી દિલ્હી અને ગુજરાત વચ્ચે શિક્ષણ વ્યવસ્થાને ઉત્તમ સાબિત કરવાની હોડ જામી છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી દેશભરના શિક્ષણ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિવિધ રાજ્યોની બેસ્ટ પ્રેક્ટિસ વર્ણવી હતી જેમાં તેમણે દિલ્હીની રાષ્ટ્રપ્રેમ કેવી રીતે વધારવો તે પ્રકારની ટેક્સ્ટ બુકની પ્રશંસા પણ કરી હતી. પ્રધાને કહ્યું કે દરેક રાજ્યો પોતપોતાની રીતે સારૂ કરી રહ્યા છે પણ દિલ્હીએ આ બાબત પર ફોકસ કર્યું છે જે આપણા સૌ માટે મોડેલ બની શકે છે.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે અમે નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્ક બનાવી રહ્યા છીએ જેમાં તમામ રાજ્યોનો સહયોગ જરૂરી છે. કેન્દ્ર સરકારે ટીવી ચેનલ મારફતે શિક્ષણ આપવા માટે 1 હજાર કરોડની ફાળવણી કરી છે. દરેક ધોરણ દીઠ એક ચેનલ બનશે. દેશમાં 11 લાખ સરકારી સ્કૂલ છે જેના 1 ટકા એટલે કે 11 હજાર સ્કૂલો માટે પીએમશ્રી પ્રોજેક્ટ બનશે. આ સ્કૂલો નવી શિક્ષણ નીતિની પ્રયોગશાળા બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...