તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Dharmasabha Held At Bharatmata Mandir In Gandhinagar For The First Time In The State, Deputy Chief Minister Home Minister Pradipsinh Jadeja Was Present

ધર્મસભા:રાજ્યના સૌ પ્રથમ ગાંધીનગરના ભારતમાતા મંદિર ખાતે યોજાઇ ધર્મસભા,નાયબ મુખ્ય - ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાતા મંદિર સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવ રુપ છેઃ નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ
  • આ મંદિર સંસ્કાર, ભક્તિ, સેવા અને ઉર્જાનું કેન્દ્ર બની રહેશેઃ ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગરના સેકટર- 7 ખાતે સમગ્ર ગુજરાતમાં પ્રથમ શ્રી ભારતમાતા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત શ્રી ભારતમાતા મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના તૃતીય દિવસે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘર્મસભામાં રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ અને ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

ભારતમાતા મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ ધર્મસભામાં રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાતા મંદિર સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવ રુપ છે. હિન્દુ સમાજમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે. જ્ઞાતિ- જાતિ મુજબ દરેક વ્યક્તિ પોતાના કુળદેવીની શ્રધ્ધાથી પૂજા- અર્ચના કરે છે. ભારતમાતા એટલે દેશની એકતા, અખંડિતા અને સુરક્ષા રૂપે ગણવામાં આવે છે.

ભારતમાતા દેશના નાગરિકો માટે આરાધયની દેવી છે. ભારતમાતા સુરક્ષિત, સાધન સંપન્ન હશે, તો જ દેશ વિશ્વમાં ગૌરવ પ્રાપ્ત કરી શકશે. દેશને સુરક્ષિત અને સમૃધ્ધ બનાવવા માટે ભારતમાતા એટલે કે દેશમાં એકતા- અખંડિતા અને સુરક્ષાને અંકબધ રાખવી પડશે. સમગ્ર વિશ્વમાં ભારતમાતા એટલે કે દેશને ગૌરવ અપાવવા માટે દેશના વડાપ્રધાન સુરક્ષા- એકતા અને અંખડિતાને પ્રાધાન્ય આપી રહ્યા છે. પાડોશી દેશમાં ચાલી રહ્યું છે, તે આપણા દેશમાં ન થાય તે માટે પણ એક્તા અને દેશભક્તિ આપણામાં હોવી ખૂબ જ જરૂરી છે.

ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે ગુજરાતનું પ્રથમ નિર્માણ થયેલ ભારતમાતાનું મંદિર સંસ્કાર, ભક્તિ, સેવા અને ઉર્જાનું કેન્દ્ર બની રહેશે. દેશ એટલે કે ભારતમાતાને શિખરે પહોંચાડવા માટે દેશના કરોડો નાગરિકો કામ કરી રહ્યા છે. કોઇપણ દેશે તેનો ઇતિહાસ ન ભૂલવો જોઇએ. આપણને ભારતમાતાના સંતાન હોવાનો ગૌરવ અવશ્ય હોવો જોઇએ. આ મંદિર રાષ્ટ્રભક્તિના ચેતનાનું ગાન કરતું મંદિર બની રહેશે.

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્રજી જૈને જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ નિર્માણ થયેલ ભારતમાતા મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠતા મહોત્સવ કોઇ યોગ નહિ, પણ પરિવર્તનના સંકેત છે. પરિવર્તનની યાત્રા આ મંદિર બનતા વધુ તેજ બનશે. અહિ થનાર કાર્ય સર્વે ભારતવાસીઓને પ્રભાવિત કરશે. આ મંદિર થકી દેશ ભક્તિ, સમાજ ઉપયોગી અને અન્ય સમાજ માટે પ્રરેણા રૂપ બની રહે તેવા કાર્યો કરવામાં આવશે.

આ પ્રસંગે ભારતમાતા મંદિર નિર્માણ તથા મૂર્તિ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન દિલીપભાઇ પટેલ, અબજીભાઇ ધોળુ અને હિરાભાઇ ધોળુનું નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ અને ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સાબરકાંઠા જિલ્લાના આદિવાસીઓની સેવા માટે એમ્બ્યુલન્સ પણ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર નાઝાભાઇ ધાંધર, વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્ર અધ્યક્ષ દિલીપભાઇ પટેલ, મહામંત્રી અશોકભાઇ રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી અશ્વિનભાઇ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...