• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Dhanani Said, 'Pay Compensation Of Rs 2.80 Lakh For Mangoes Falling From Tauta', Then Manish Doshi Said BJP Government Is Capable Of Robbing Patients

વિપક્ષના નેતાની માગ:ધાનાણીએ કહ્યુ, ‘તાઉતેથી પડનારા આંબા દીઠ રૂ.2.80 લાખ વળતર ચૂકવો’, તો મનિષ દોશી બોલ્યા - ભાજપ સરકાર દર્દીઓને લૂંટવામાં પાવરધી

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરેશ ધાનાણી, વિધાનસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસ - ફાઇલ તસવીર - Divya Bhaskar
પરેશ ધાનાણી, વિધાનસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસ - ફાઇલ તસવીર
  • મ્યુકરમાયકોસિસના 2281 નહીં પરંતુ 10 હજાર દર્દી છે
  • એમ્ફોટેરિસિન બીનાં ઇન્જેકશન દીઠ રૂ.1573થી 2650નો વધારો કર્યો
  • સરકારે જાહેર કરાયેલી સહાય અવ્યાવહારિક : MLA

મંદી-મોંઘવારીમાં સપડાયેલા ગુજરાતના મધ્યમ વર્ગને રેમડેસિવીર હોય કે મ્યુકર માયક્રોસીસમાં વપરાતા એમ્ફોટેરિસીન બીના ઇન્જેકશનમાં દર્દીઓ લૂટાય રહ્યા છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓ સરકારી આંકડા મુજબ 2281 અને હકીકતમાં 10 હજાર દર્દીઓ સપડાયા છે.

એમ્ફોટેરિસીન બી ઇન્જેક્શનના હવે રૂ. 4563થી રૂ. 5950 ચૂકવવા પડશે. જેના ભાવ પહેલા રૂ. 2900 થી રૂ. 3300 હતા. જેનો સીધો મતલબ એવો થયો કે, ઇન્જેકશનદીઠ રૂ. 1573થી રૂ. 2650 માતબર રકમનો વધારો ઝીંકાયો છે. સારવાર માટે એક દર્દીને કુલ 90થી 140 જેટલા ઈન્જેકશન આપવા પડે છે. સરકારના નવા પરિપત્રમાં ઈન્જેક્શન રૂ. 240માં મળશે પણ તેની કિંમત રૂ. 4792થી રૂ. 6247 જેટલી છે.

સરકારે જાહેર કરાયેલી સહાય અવ્યાવહારિક : MLA
તૌકતેથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને ઘણું નુકશાન થયું છે. ત્યારે વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ હતુ કે, કેરીના પાક અંગે ખેડૂતોને આંબાના રોપાના રૂ. 250, ખાડો ખોદવા-વાવેતરના રૂ.160, દવા- ખાતરના રૂ. 25, પાણી તથા મજુરી ખર્ચના રૂ. 100 મળી કુલ રૂ. 500 પ્રતિ આંબાદીઠ ખર્ચ છે. 10 વર્ષના ઉછેર પછી કેરીની આવક વર્ષે આંબાદીઠ 700 કિલો x રૂ.40 ભાવ ગણતાં રૂ. 28 હજાર લેખે 10 વર્ષના 2.80 લાખ થતા ખેડૂતને આંબાદીઠ રૂ. 2.80 લાખ ચુકવવાની માગ કરી હતી. જ્યારે ઉનાના ધારાસભ્ય પૂજા વંશે સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. 95.100ની સહાય પર્યાપ્ત ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...