બાળકોમાં આર્યની ઉણપ થવાનું કારણ કૃમિનો ચેપ હોય છે. જિલ્લાના 1થી 19 વર્ષના 335679 બાળકોને કૃમિના ચેપથી બચાવવા જિલ્લા આરોગ્ય તંત્ર 10 મી ઓગસ્ટ થી તારીખ 20 મી ઓગસ્ટ સુધી કૃમિનાશક ગોળી અપાશે. જો બાળકને કૃમિનો ચેપ લાગે તો તેના શરીરમાં રહેલા આ સૂક્ષ્મ પોષક તત્વોને કૃમી ખાઈ જતું હોવાથી બાળકમાં આયર્નની ઊણપ ઊભી થાય છે. જેને પરિણામે બાળક પાંડુરોગ બીમારીનો ભોગ બને છે. બાળક પાંડુરોગની બીમારીનો ભોગ બનતા તેના શારીરિક અને માનસિક વિકાસ ઉપર અસર થાય છે.
ત્યારે જિલ્લાના બાળકો પાંડુરોગ બીમારીનો ભોગ બને નહીં તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કૃમિનાશક ગોળી આપવામાં આવશે. નેશનલ ડી વોર્મિંગ ડેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 10થી 20 મી ઓગસ્ટ સુધી જિલ્લાના 1 વર્ષથી લઈ 19 વર્ષના 335679 બાળકોને એલબેન્ડા ઝોલ (કૃમિનાશક) ગોળી આપવામાં આવશે.
જિલ્લાના બાળકો અને આપવામાં આવનાર કૃમિનાશક ગોળી આરોગ્ય ના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને આપવામાં આવશે. જેમાં 1 થી 2 વર્ષના બાળકોને 200 એમજી ગોળી આપવામાં આવશે જ્યારે 2 વર્ષથી 19 વર્ષના બાળકોને 400 એમજીની ગોળી આપવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એચ. સોલંકીએ જણાવ્યું છે. આ રીતે જિલ્લામાં આયોજન કરાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.