તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શન:શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર જિલ્લાનાં વિવિધ શિવાલયોમાં ભાવિક ભક્તજનો ઊમટી પડ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર, માણસા, કલોલ, દહેગામ શહેર અને તાલુકામાં આવેલા વિવિધ શિવ મંદિરોમાં સવારથી જ શિવભક્તો પૂજા અને દર્શન માટે પહોંચી ગયા હતા. શ્રાવણમાં સોમવારનું ખાસ મહત્વ હોવાથી મંદિરોમાં પ્રથમ દિવસે હર-હર મહાદેવના નાદ સાથે દર્શનાર્થીઓ દર્શન કરી પાવન થયા હતા. શિવના ભક્તોએ મંદિરમાં જઇ બિલીપત્ર ચઢાવી પૂજા અર્ચના કરી હતી.

ગાંધીનગર તાલુકામાં ધોળેશ્વર મહાદેવ, વાસણિયા મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. માણસા શહેરમાં આવેલ તખ્તેશ્વર મહાદેવ, કેશરેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ, જબરેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ ઉપરાંત તાલુકામાં આવેલ આજોલ ગામના બોરિયા મહાદેવ, અમરપુરા ખરણા ખાતે મસિયા મહાદેવ, જામળા ખાતે આવેલા આસુદેવ મહાદેવ જેવા અનેક શિવાલયોમાં શિવ ભક્તો હર-હર મહાદેવના નાદ સાથે દર્શન માટે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...