તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:મહુડી મંદિરમાં ભક્તોનો ધસારો, રવિવારે અંદાજે 2 હજારથી વધુ લોકોએ દર્શન કર્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુડી જૈન મંદિર ખાતે રવિવારે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. - Divya Bhaskar
મહુડી જૈન મંદિર ખાતે રવિવારે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
  • ભારે ભીડ વચ્ચે પણ ભક્તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરતાં નજરે પડ્યાં
  • કોરોનાના સંક્રમણનો ભોગ કોઈ ભક્ત ન બને તેને ધ્યાનમાં રાખીને સુખડીનો પ્રસાદ બંધ રખાયો છે

કોરોના સંક્રમણને પગલે ભક્તો માટે બંધ કરાયેલું પ્રસિદ્ધ મહુડી મંદિર બુધવારથી ભક્તો માટે ખુલ્યું હતું. રવિવારે રજાના દિવસે મંદિરમાં ભક્તોના ભારે ધસારો રહ્યો હતો. મંદિર સવારે 10થી 4 દરમિયાન એટલે કે 6 કલાક જ ભક્તો માટે ખુલ્લુ રહે છે, ત્યારે રવિવારે 6 કલાકના સમયમાં અંદાજે 2 હજારથી વધુ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હતા. જોકે કોરોના સંક્રમણને પગલે મહુડી મંદિર ખાતે સુખડીનો પ્રસાદ હાલ પુરતો બંધ છે. ગાંધીનગરથી 40 કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય જૈન મંદિર આવેલું છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે.

મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાં જ ખાવી પડે છે તેને મંદિરની બહાર લઈ જઈ શકાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીંએ તો એ રીતે સારી છે કે દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે છે. જોકે હાલના સમયે સુખડીનો પ્રસાદ બંધ રખાયો છે. રવિવારે ભારે ધસારા વચ્ચે પણ ભક્તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરતાં નજરે પડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...