તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિનો અનોખો સંગમ:જિલ્લાના ભક્તો આજે હરિ અને હરની આરાધનામાં લીન થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરોમાં નંદ મહોત્સવના કાર્યક્રમો રાત્રીના 12 કલાકે યોજાશે

શ્રાવણ માસનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી પર્વ એકસાથે હોવાથી જિલ્લાના મંદિરોમાં હરી અને હરની આરાધનામાં ભક્તો લીન થઇ જશે. મંદિરમાં સવારે હરની અને રાત્રે હરીની પૂજા અને આરાધના કરવામાં આવશે. જોકે કોવિડની ગાઇડ લાઇનના પાલન સાથે મંદિરમાં ભક્તો જીવને હર અને હરીમાં એકાકાર કરશે.

શ્રાવણ માસમાં સાતમ અને આઠમના તહેવારોનું વિશેષ મહાત્મય રહેલું છે. તેમાંય પવિત્ર શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમી પર્વ નિમિત્તે મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે શ્રાવણ માસનો ચોથો સોમવાર અને જન્માષ્ઠમી બન્ને એક જ દિવસે આવતા હોવાથી જિલ્લાના મંદિરોમાં વહેલી સવારેથી મોડી રાત્રી સુધી હરી અને હરનો નાદ ગુંજી ઉઠશે.

શ્રાવણિયો સોમવાર અને જન્માષ્ઠમી પર્વ બન્ને એક જ દિવસે હોવાથી મંદિરમાં શિવભક્તો દ્વારા શિવજીની આરાધનામાં લીન જોવા મળશે. જ્યારે વૈષ્ણવો ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને આરાધના કરતા જોવા મળશે. જિલ્લાના મંદિરોમાં વહેલી સવારથી જ શિવાલયોમાં શિવલીંગ ઉપર અભિષેકની પૂજા, રૂદ્રી પાઠ, શિવમહિમ્નસ્ત્રોત્ર પાઠ, રૂદ્રાષ્ઠકના પાઠ, શિવ ચાલીસા, બિલ્વપૂજા સહિતની પૂજા આરાધના કરીને ભક્તો શિવજીની કૃપા આશીષ મેળવશે. જ્યારે બપોર પછી જન્માષ્ઠમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ મંદિરોમાં જોવા મળશે. મંદિરોમાં નંદ મહોત્સવ, ધૂન, ભજન સહિતના કાર્યક્રમો રાત્રીના 12 કલાકે યોજાશે. જ્યારે રાત્રીના 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીથી મંદિરોના સંચાલકો દ્વારા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીમાં કોવિડની ગાઇડ લાઇનના પાલન કરાવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...