ડભોડા સ્થિત ડભોડિયા હનુમાન દાદાની જન્મ જયંતિ નિમિત્તે દાદાને 30 હજાર લીટર તેલનો અભિષેક કરાયો હતો. દાદાના જન્મ દિવસ નિમિત્તે ગામમા શોભાયાત્રા કાઢવામા આવી હતી. જેમા મોટી સંખ્યામા દાદાના ભક્તો જોડાયા હતા. દિવસ દરમિયાન હજ્જારો ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ગાંધીનગર તાલુકાના ડભોડામા આવેલા ડભોડીયા હનુમાન દાદાના પરચા અપાર છે. હનુમાન જયંતિના દિવસે વહેલી સવારથી જ દાદાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી. મંદિર સંચાલકો દ્વારા 1111 તેલના ડબાનો અભિષેક કરાયો હતો.
તે ઉપરાંત ભક્તો દ્વારા વધુ 700 તેલના ડબા ભેટ આપીને દિવરભર 30 હજાર લીટર તેલનો અભિષેક કરવામા આવ્યો હતો. જ્યારે બપોરના સમયે દાદાની 151 કીલોની કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવામા આવતા વાતાવરણ ધર્મમયી બની ગયુ હતુ.
સમૌના શ્રી છબીલા હનુમાનજી મંદિરે ઉજવણી
માણસાના સમૌમા હનુમાન જયંતીના દિવસે છબીલા હનુમાન દાદાનું મંદિરે દાદાને 56 પ્રકારની અલગ અલગ ફ્લેવરની કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી છબીલા હનુમાનજી દાદાને નવા વસ્ત્રો (આંગી) દ્વારા શણગારવામાં આવ્યા હતા.
સવારે મંગળા આરતી બાદ સવારથી દાદાને અન્નકૂટ અને મહા મારૂતિ યજ્ઞ ધૂમધામથી શરૂ કરી દેવામાં આવ્યો હતો. “એક કદમ આસ્થા કી ઓર” ના સ્લોગન સાથે ગ્રામજનો તથા બહારથી આવેલા દર્શનાર્થીઓ દ્વારા સમૂહમાં દોરાને મંત્રોચ્ચાર વડે 108 ગાંઠ વાળવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.