તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે TP સ્કીમને CMની મંજૂરી:ગાંધીનગરના ઉવારસદ-વાવોલ ટીપીના 100 હેક્ટર તથા રાજકોટની રૈયા ટીપીના 367 હેક્ટરમાં વિકાસ કામો થશે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરી વિકાસના ભાગરૂપે મુખ્યમંત્રીએ ગાંધીનગર, રાજકોટની બે ટીપી સ્કીમોને મંજૂરી આપી છે. ગાંધીનગરની ટીપી સ્કીમ નં.26 વાસણા હડમતિયા-ઉવારસદ - વાવોલની 100 હેક્ટર વિસ્તારની ટીપીને મંજૂરી અપાઈ છે, જેમાં 32,187 ચો.મી. જાહેર સુવિધા માટે, બગીચા-ખુલ્લી જગ્યા માટે 34,738 ચો.મી., સ્કૂલ માટે 12,965 ચો.મી. તેમ જ સામાજિક-આર્થિક રીતે નબળા લોકોના રહેઠાણ માટે 12,746 ચો.મી. જમીન પ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સુવિધા માટે 81,121 ચો.મી. પ્લોટ પ્રાપ્ત થશે.

રાજકોટની ટીપી સ્કીમ નં.32 રૈયા 367 હેક્ટરનું ક્ષેત્રફળ ધરાવે છે, જેમાં 24 મીટર 36 મીટર, 45 મીટર અને 60 મીટર સુધીની પહોળાઈના રસ્તાનું માળખું બનશે. ટીપીમાં 4.08 લાખ ચો.મી. પ્લોટ સામાજિક માળાકીય સુવિધા માટે ઉપલબ્ધ થશે. નબળા વર્ગના લોકોના રહેણાક માટે 1.26 લાખ ચો.મી.ના પ્લોટ તથા ખુલ્લી જગ્યા, બગીચા માટે 1.76 લાખ ચો.મી.ના પ્લોટ મળશે.

અન્ય સમાચારો પણ છે...