ગ્રામયાત્રાનું આયોજન:ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે વિકાસ ગાથા ગાશે; ખેડા જિલ્લાના મહેમદાવાદથી મુખ્યમંત્રી આરંભ કરાવશે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1577 કરોડથી વધુના 42950 જેટલા કામના ખાતમૂર્હૂત,લોકાર્પણ

રાજયની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહીં છે ત્યારે રાજય સરકાર દ્વારા સરકારના વિકાસ કાર્યોની ગાથા ગાવા માટે 1090 જિલ્લા પંચાયતની બેઠકોને આવરી લેતા 10605 ગામડાઓમાં તા. 18થી20 નવેમ્બર દરમિયાન ‘આત્મ નિર્ભર ગ્રામ યાત્રા’ કાઢવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગ્રામ વિકાસ મંત્રી અર્જૂન ચૌહાણની ઉપસ્થિતિમાં તા. 18મીએ ખેડાના મહેમદાવાદથી યાત્રાનો આરંભ કરાવાશે.તમામ જિલ્લામાં 993 રૂટ પર 100 જેટલા રથ મારફત યાત્રા નીકળશે. ગ્રામિણ મંત્રી ચૌહાણ અને રાજય કક્ષાના ગ્રામિણ મંત્રી મેરજાએ કહ્યું હતું કે, ગામડાઓને આત્મનિર્ભર બનાવવા ગ્રામિણ યાત્રા કઢાશે. રૂ. 1577 કરોડથી વધુના 42,950 જેટલા કામના ખાતમૂર્હૂત,લોકાર્પણ અને 1,92,575થી વધુ લાભાર્થીને લોન-સહાયના ચેક વિતરણ કરાશે. ઉપરાંત જાહેર સ્થળોએ,વિવિધ કેમ્પ,નિદર્શન શિબિરો,પ્રચાર-પ્રસાર,ફિલ્મ નિર્દશન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...