આદેશ:હર ઘર તિરંગા અંતર્ગત જિલ્લા પંચાયત સંલગ્ન કચેરીઓના કર્મીઓની રજા મંજૂર ન કરવા વિકાસ કમિશનરનો આદેશ

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અધિકારીઓ તેમજ કર્મચારીઓને મુખ્ય મથક નહી છોડવાનો આદેશમાં ઉલ્લેખ

હર ઘર તિરંગાનો કાર્યક્રમને પગલે તારીખ 12મી થી તારીખ 15મી, ઓગસ્ટ સુધીમાં જિલ્લા પંચાયત સંલગ્ન તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓની રજા મંજુર નહી કરવાની અને મુખ્ય મથક નહી છોડવાનો વિકાસ કમિશ્નરે આદેશ કર્યો છે.

દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણીના નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર ઘર તિરંગાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ, વક્તૃત્વ સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. ઉપરાંત રાષ્ટ્રધ્વજના વેચાણની જવાબદારી ગ્રામ પંચાયત અને શિક્ષકોને સોંપવામાં આવી છે. ઉપરાંત હર ઘર તિરંગા કાર્યક્રમને પગલે અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.જિલ્લાના ચારેય તાલુકાના માટે 4800 તિરંગાનો લક્ષાંક આપવામાં આવ્યો છે. ઉપરાંત આગામી તારીખ 13મીથી તારીખ 15મી, ઓગસ્ટ સુધી તમામ ઘરની ઉપર તિરંગાને લહેરાવવાની કામગીરીની જવાબદારી સોંપી છે.

ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તારીખ 12મી, ઓગસ્ટથી તારીખ 15મી, ઓગસ્ટ સુધી જિલ્લા પંચાયત સંલગ્ન તમામ તાબાની કચેરીઓમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા મંજુર નહી કરવાનો વિકાસ કમિશ્નરે આદેશ કર્યો છે. ઉપરાંત તમામ પ્રકારની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્ય મથક નહી છોડવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિકાસ કમિશ્નરના આદેશને પગલે જિલ્લા પંચાયત તાબાની સલંગ્ન કર્મચારીઓમાં કહીં ખૂશી કહીં ગમની સ્થિતિ સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...