તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કોર્પોરેશનના આઠ ગામોની ગટર લાઈનોનું હોળી બાદ જોડાણ કરવામાં આવશે

ગાધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજીત રૂ. 7.50 કરોડનાં ખર્ચે વિવિધ વિકાસનાં કામો હાથ પર લઈ નર્મદાનું શુદ્ધ પાણી આપવા માટે પણ લાઈનનું કામ કરાશે

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વિવિધ વિકાસ કામો પૈકી ગુડા વિસ્તારમાંથી કોર્પોરેશનમાં સમાવિષ્ટ થતા હોય તેવા આઠ જેટલા ગામોની ગટર લાઈન ગુડાની લાઈન સાથે હોળી ધુળેટી બાદ જોડી દેવાની કામગીરી હાથ ધરવામાં આવશે છે. અંદાજીત રૂ. 7.50 કરોડનાં ખર્ચે વિવિધ વિકાસનાં કામો હાથ પર લઈ નર્મદાનું શુદ્ધ પાણી આપવા માટે પણ લાઈનનું કામ કરાશે.

ગાંધીનગર શહેરી વિકાસ મંડળ દ્વારા દૂષિત પાણીના યોગ્ય નિકાલ માટે લાઈનની કામગીરી શરૂ કરવામાં આવશે. ગુડા વિસ્તારમાં પાણી રસ્તા લાઇટના કામો ઉપરાંત શહેરમાં વરસાદી પાણીના નિકાલની લાઈનનું કામ પણ હાલ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ગુડા વિસ્તારમાંથી કોર્પોરેશનમાં સમાવેશ થયા હોય તેવા આઠ જેટલા ગામોની લાઈનનું કામ હોળી ધુળેટી બાદ શરૂ કરી દેવાશે. ઉપરાંત પીવાનું શુદ્ધ પાણી રહે મળી રહે તે માટે પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

આ માટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રાયસણ, રાધે, સરગાસણ, બાજીપુરા અને ઓર સહિતના ગામોમાં લાઈનોનું જોડાણ આપવા માટે ગામ આગામી ટૂંક સમયમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. જે અન્વયે રૂપિયા સાત કરોડ 50 લાખ અંદાજીત ખર્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો