ક્રાઇમ:બરોડાના દેવાંશે હેડ ફોન ન લગાવ્યા હોત તો કદાચ બચી ગયો હોત !!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંડરપાસમાં દેવાંશ અને હત્યારા એકસાથે બહાર નીકળ્યા બાદ તેને લૂંટવા માટેનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું

સોશિયલ મીડીયા અને મોબાઇલના રવાડે ચડી ગયેલા યંગસ્ટર્સને તેમની આજુબાજુમા શુ ચાલે છે, તેની પણ માહિતી હોતી નથી. ગત 8 ઓક્ટોબરે બરોડાના 25 વર્ષિય યુવકની શહેરના સેક્ટર 27મા કરપીણ હત્યા કરી દેવામા આવી હતી. ત્યારે મૃતક યુવકનો રસ્તામા બે વખત હત્યારા સાથે ભેટો થયો હતો. પરંતુ હેડફોન લગાવવામા આવ્યા હોવાના કારણે તેની મસ્તીમા જ ચાલતો જતો હતો., પરિણામે તેને આજુબાજુમા નજર નાખવાની તસ્દી પણ લીધી ન હતી અને આખરે હત્યારાએ તેને અંજામ સુધી પહોંચાડી દીધો હતો.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોટલ લીલામા નોકરી કરતા અને સેક્ટર 27મા પીજીમા રહેતા 25 વર્ષિય દેવાંશ રોમી ભાટીયાનુ ગત 8 ઓક્ટોબરે 4 હત્યારાઓએ લૂંટ કરવાના ઇરાદે હત્યા કરી નાખી હતી. હત્યા પહેલા દેવાંશને બે વખત બચવાનો મોકો મળ્યો હતો. મૃતક દેવાંશ પથિકાશ્રમથી ઉતરીને સીધો જ ઘ 6 તરફ ચાલતો આવતો હતો. જ્યારે હત્યારાઓ ઘરેથી શિકાર બનાવવાના પ્લાન સાથે જ નીકળ્યા હતા. તે સમયે એક બાઇક પર નીકળ્યા હતા. ત્યારે આરોપીઓ અંડરપાસ થઇને ઘ 5 તરફ આવતા હતા, તે સમયે મૃતક દેવાંશ અને હત્યારાઓ એકસાથે અંડરપાસ ચડ્યા હતા.

તે સમયે મૃતક દેવાંશ હેડફોન લગાવીને પોતાની મસ્તીમાં ચાલતો જતો હતો. તેજ સમયે હત્યારાઓએ દેવાંશને જોયો હતો અને ક્રોસ કર્યો હતો. પરંતુ દેવાંશની નજર પડી ન હતી. જ્યારે દેવાંશ ચા પીવા માટે એક કાફે તરફ વળી ગયો ત્યારે હત્યારાઓએ મનમા કહ્યુ હતુ કે, શિકાર જતો રહ્યો, હવે બીજો શિકાર શોધવો પડશે. પરંતુ ચા પીધા બાદ દેવાંશ ઘ 5 સર્કલ ઉપર ફરીથી જોવા મળતા હત્યારાઓ ખૂશ થઇ ગયા હતા. તે સમયે પણ દેવાંશને લૂટવા બાઇક નજીક લઇ ગયા હતા.

પરંતુ દેવાંશ હેડફોન લગાવીને જતો હતો, જો તેણે પોતાની મસ્તીમાંથી બહાર નિકળી પીછો કરતા હત્યારાની મેલી મુરાદ સમજી લીધી હોત તો બચી ગયો હોત.જ્યારે દેવાંશ રિક્ષામા બેઠો ત્યારબાદ તેનો બાઇક લઇને પીછો કરવામા આવ્યો હતો. ત્યારબાદ દેવાંશને રોકીને એડ્રેસ પૂછવામા આવ્યુ હતુ. તેમ છતા દેવાંશે તેની પાછળ અને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જોવા મળેલા હત્યારા ઉપર ધ્યાન નહિ જતા આખરે મોત મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...