તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા માટે છાત્રોની સંખ્યા નક્કી કરાઇ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરી વિસ્તારમાં 25 અને ગ્રામ્ય વિસ્તાર માટે 18 છાત્રોની સંખ્યા જરૂરી

કોરોનાની મહામારીને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરી છે. જેમાં શહેરી વિસ્તારની શાળાઓમાં 25 અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં માટે 18 વિદ્યાર્થીઓ એક વર્ગ દીઠ નક્કી કર્યા છે. વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળાનું મહેકમ નક્કી કરવાનું રહેશે. કોરોનાની મહામારીએ વેપાર ઉદ્યોગની સાથે સાથે શૈક્ષણિક માળખાને સૌથી વધારે અસર કરી છે. જેને પરિણામે આઠ આઠ મહિના જેટલો સમય થવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી નથી.

ઉપરાંત વિદ્યાર્થીઓની ઘટને પગલે રાજ્યભરની અનેક શાળાઓમાં વર્ગો બંધ કરવાથી મોટી સંખ્યામાં શિક્ષકો ફાજલ થઇ રહ્યા છે. ત્યારે ફાજલ શિક્ષકોને ક્યાં સમાવવા જે હાલમાં રાજ્યના શિક્ષણ વિભાગ માટે મોટો પ્રશ્ન ઉભો થવાની પણ શક્યતા રહેલી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર કરાયો છે. જેમાં ગ્રાન્ટેડ શાળાના 9થી 12ના વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યામાં શહેરી વિસ્તાર માટે જે અગાઉ 36 સંખ્યામાં સુધારો કરીને હવે 25 વિદ્યાર્થીઓ નક્કી કર્યા છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારની શાળામાં અગાઉ વર્ગદીઠ 24 માંથી હાલમાં 18 વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કર્યાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યાને પગલે એક કરતા વધારે વર્ગો માટે શહેરી વિસ્તારમાં 60 પ્લસ 36ના બદલે હવેથી 42 પ્લસ 25 સંખ્યા જાળવવાની રહેશે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે 60 પ્લસ 24ને બદલે 42 પ્લસ 18 વિદ્યાર્થીઓની સંખ્યા જાળવવાની રહેશે. વર્ગદીઠ વિદ્યાર્થીની નવી સંખ્યાના આધારે રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓએ વર્ગ ઘટાડા કરવાની કાર્યવાહી કરવાની રહેશે. વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળાનું મહેકમ નક્કી કરવાનું રહેશે.

વર્ગદીઠ છાત્રોની સંખ્યાની છુટછાટ 1 વર્ષ માટે
રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વર્ગ માટે વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરી છે. તેની અમલવારી માત્ર વર્ષ-2020-21 વર્ષ માટે જ છે. આથી વર્ષ પૂર્ણ થતાં આ ઠરાવ આપોઆપ રદ થઇ જશે તેવો ઉલ્લેખ શિક્ષણ વિભાગના ઠરાવમાં કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો