તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:10 દિવસથી ચાલતા LRD પુરુષ આંદોલનમાં વધુ 20ની અટકાયત

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંદોલનકારીઓએ તીવ્ર ઠંડીમાં પણ ડેપોમાં રાત વીતાવી: ધરણાં કર્યા

રાજ્યભરના એલઆરડી પુરૂષ ઉમેદવારો સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવા 10 દિવસથી યુવકો ધરણાં પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં બુધવારે સે-11 ખાતેથી વધુ 20 ઉમેદવારોની અટકાયત કરાઈ હતી. યુવકોએ કડકડતી ઠંડીમાં પણ મંગળવારે રાત્રે એસટી ડેપો ખાતે રાત વિતાવી હતી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે પોતાના ધરણાં કર્યા હતા.

એલઆરડી ભરતીમાં અન્યાય થયો હોવાના મુદ્દે એલઆરડી એસસી, એસટી, ઓબીસીની મહિલા ઉમેવાદરોએ ઠંડી વચ્ચે 72 દિવસ આંદોલન કર્યું હતું. જેને પગલે સરકારે બેઠકો વધારીને તેમને ન્યાય અપાયો હતો. મહિલા ઉમેદવારોની બેઠકો વધતાં ભરતીમાં 33/67નો રેશિયો ન જળવાયો હોવાની રજૂઆત સાથે પુરૂષ ઉમેદવારો મેદાને પડ્યા હતા. સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRDની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પડાઈ હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી. 6 જાન્યુઆરીએ લેવાયેલી પરીક્ષાનું 31 ઓક્ટોબરનાં રોજ મેરિટ બહાર પાડવામા આવ્યુ હતું.

જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરાઈ હતી. જે મુદ્દે આંદોલન થતાં સરકારે 1 ઓગષ્ટ 2018નો ઠરાવ રદ કર્યો હતો. અને SC, ST અને OBCની LRDની સીટોમાં વધારો કર્યો હતો. જે બાદથી પુરૂષ ઉમેદવારો પણ બેઠકો વધારવાની માંગ સાથે મેદાનમાં ઉતર્યા હતા.અને ન્યાયની માગણી કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser