તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સરકારી ટેક્સ નહીં ભરાતાં 6 ટ્રેલર ડિટેઇન

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આરટીઓ કચેરી દ્વારા માલની હેરાફેરી કરતા ટ્રેલરોનું આકસ્મિક ચેકિંગ કરાતા જેમાં છ ટ્રેલર વાહનોએ સરકારી ટેક્સ ભર્યો ન હોવા ઉપરાંત ઓવરલોડ માલ ભરેલો હોઈ છ વાહનો ડિટેઇન કર્યા હતા. ઉપરાંત વાહનો પાસેથી બાકી નીકળતા 2.10 લાખના ટેકસની વસૂલાત કરાશે. વાહનોના સરકારી ટેક્સ ભરવામાં આવે છે કે નહી સહિતની તપાસની કામગીરી ગાંધીનગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા હાથ ધરાઈ હતી. જેમાં કચેરીના એઆરટીઓ એમ.આર.ગજ્જર, આઇએમવી એસ.જે. રતનધાયરા અને એઆઇએમવી એન.આર.પટેલ દ્વારા આકસ્મિક ચેકિંગ કરાયુ હતું.

જેમાં છ જેટલા ટ્રેલર વાહનોના માલિકોએ સરકારી ટેક્સ ભર્યો નહી હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત ટ્રેલરની તપાસ કરતા તેમાં ઓવરલોડ વાહનો ભરાયા હતા. આથી છ ટ્રેલર વાહનોને ડિટેઇન કરાયા હોવાનું એઆરટીઓએ જણાવ્યું છે. ડિટેઇન કરેલા છ ટ્રેલર વાહનોને આરટીઓ કચેરી ખાતે રખાયા છે. ઉપરાંત છ વાહનો પાસેથી કુલ 210270નો ટેક્સ બાકી હોવાથી તેની વસૂલાત માટેની કાર્યવાહી આરટીઓ કચેરી દ્વારા હાથ ધરાઈ છે. ઉપરાંત જિલ્લાના મોટા ટ્રાન્સપોર્ટ હબ કોન્કોટ ખોડિયાર ડેપોમાં રોડ ટેક્સ ભરેલો નથી તેવા વાહનોને પ્રવેશ નહી આપવાનો આદેશ એઆરટીઓએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો