તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પેથાપુર ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પર ટ્રાફિક સમસ્યાથી હાલાકી

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શોપિંગ સેન્ટરથી ફૂટપાથ પાર્કિંગ બની જતાં રાહદારીઓને ભારે પરેશાની

પેથાપુર ચાર રસ્તાથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગ ઉપર શોપિંગ સેન્ટરને લીધે ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે. ઉપરાંત શોપિંગ સેન્ટરવાળા પોતાના વાહનો ફુટપાથ ઉપર પાર્ક કરતા હોવાથી રાહદારીઓને હાલાકી પડી રહી છે. આથી આ માર્ગ ઉપરના ટ્રાફિકની સમસ્યાને તાત્કાલિક ઉકેલવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરથી માંડ 5 કિલોમીટરના અંતરે આવેલા પેથાપુર ગામનો વિકાસ છેલ્લા એક દાયકામાં થયો છે. આથી પેથાપુર ચોકડીથી ગામના બસ સ્ટેન્ડ સુધીના એક કિલોમીટર રોડને નગરપાલિકા દ્વારા ફોરલેન બનાવ્યો છે. જોકે શહેરમાં બનેલા આ માર્ગની બન્ને સાઇડ શોપિંગ સેન્ટરો તેમજ દુકાનો આવેલી છે. ઉપરાંત લારી ગલ્લાવાળાઓ ઉપર ઉભા રહેતા હોવાથી ખરીદી કરવા આવતા લોકો રોડ ઉપર વાહનને પાર્ક કરતા હોય છે. આથી અવાર નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઉપરાંત માર્ગની બન્ને સાઇડ ફુટપાથ બનાવવામાં આવી છે.

પરંતુ ફુટપાથ રાહદારીઓને ચાલવા માટે નહી પરંતુ શોપિંગ સેન્ટરના વેપારીઓ તેમજ દુકાનમાં નોકરી કરતા કર્મચારીઓના વાહનોના પાર્કિંગ માટે બનાવી હોય તેમ વાહનો પાર્કિંગ કરતા હોય છે. બીજી તરફ માર્ગની બન્ને સાઇડની ફૂટપાથ ઉપર આડેધડ કરવામા આવતા વાહનોના પાર્કિંગને લીધે ન છુટકે રાહદારીઓને રોડ ઉપર ચાલવાની ફરજ પડે છે. આથી પસાર થતાં નાના વાહનોની ટક્કર વાગતા નાની મોટી ઇજાઓ થતી હોવાનો સૂર લોકોમાં ઉઠ્યો છે.

વધુમાં રોડની બન્ને સાઇડ શોપિંગ હોવાથી માલને ઉતારવાર માટે આવતા મોટા વાહનો પણ રોડ ઉપર પાર્ક કરતા હોવાથી અનેક વખત ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. ઉપરાતં અમુક દુકાનદારો પોતાના સામાન ચારથી પાંચ ફુટ બહાર કાઢીને રાખતા હોવાથી ટ્રાફિકને અડચણ રૂપ બની રહેતો હોય છે. આથી પેથાપુર ચાર રસ્તાથી ગામના બસ સ્ટેન્ડ ઉપરના આ સમસ્યાનો તાકિદે ઉકેલની માંગણી લોકોમાં ઉઠી રહી છે.જો પાટનગરમાં જ આવી સ્થિતી હોય તો રાજ્યના અન્ય શહેરમાં કેવી હાલત હશે તે અંગે કલ્પના કરી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો