ખાનગી યુનિવર્સિટી પોતાના જ મંડળની ગ્રાન્ટેડ કોલેજોને યુનિવર્સિટીમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે કરેલા નિર્ણયનો અધ્યાપકોએ વિરોધ કર્યો છે. જે અંતર્ગત અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરીને કોલેજોમાં શૈક્ષણિકકાર્ય કરવામાં આવ્યું હતું. ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ થવાથી શિક્ષણનું વ્યાપારીકરણ થવાના આક્ષેપ સાથે અધ્યાપકો મેદાનમાં ઉતર્યા છે. દસ વરસના લાંબા વિરામ પછી રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ લાવવામાં આવ્યો છે.
આ એક્ટ અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓ પોતાના જ મંડળની ગ્રાન્ટેડ કોલેજોની પોતાની ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરી શકશે. પરંતુ એક્ટમાં કરેલા ઉલ્લેખ મુજબ કોલેજનું ગ્રાન્ટેડનું સ્ટેટસ જાળવી રાખીને અધ્યાપકોને પગાર પણ ચૂકવાશે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોના જણાવ્યા મુજબ જો ગ્રાન્ટેડ કોલેજનું સ્ટેટસ જાળવવાનું હોય ઉપરાંત અધ્યાપકોના પગાર પણ કરવાના હોય તો પછી માત્ર ને માત્ર શિક્ષણના વ્યાપારીકરણ માટે જ ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરવા માટે એક હોય તેવો આક્ષેપ કર્યો છે.
ગ્રાન્ટેડ કોલેજોની ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરાવવાથી વિદ્યાર્થીઓની ફીમાં પણ વધારો થશે. આથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે કોલેજનું શિક્ષણ કરવું સ્વપ્ન સમાન બની રહેશે. વધુમાં આગામી સમયમાં અધ્યાપકોના પગાર ઉપર પણ કાતર ફેરવવા તેવી શક્યતા રહેલી હોવાથી ગ્રાન્ટેડ કોલેજોની ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરવાનો નિર્ણય યોગ્ય નહીં હોવાનો અધ્યાપકોએ આક્ષેપ કર્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઉચ્ચ શિક્ષણ સંવર્ગના મહામંત્રી વસંતભાઈ જોષીએ જણાવ્યું છે કે ગ્રાન્ટેડ કોલેજોની ખાનગી યુનિવર્સિટીમાં નહીં સમાવવાની માગણી સાથે રજૂઆત કરાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.