આખરે રાદડિયાને મનાવી લીધા...:રાજીનામાની ચીમકી સુધીનો વિરોધ કર્યો છતાં મોવડીમંડળે આખરે સમજાવી દીધાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જયેશ રાદડિયા - ફાઇલ તસવીર - Divya Bhaskar
જયેશ રાદડિયા - ફાઇલ તસવીર
  • અન્ય મંત્રીઓની રાજીનામાં આપવાની હિંમત ખૂલશેના ડરથી નેતાઓએ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું

ભાજપે મંત્રીમંડળમાં નો-રિપીટ થિયરી અપનાવતા વિરોધનો જ્વાળા ભભૂકી ઉઠી છે. મૂળ કોંગ્રેસના અને ભાજપમાં આવનાર કેટલાક નેતાઓએ વિરોધ વ્યકત કર્યો છે, પણ એવું કહેવાય છે કે, પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ તો રાજીનામું ધરી દેવા સુધીનો વિરોધ વ્યકત કર્યો હતો. જો કે, તેમને બુધવાર રાત્રિ સુધીમાં મનાવી લીધા હોવાનું પણ મનાય છે.

સહકાર ક્ષેત્રમાં મોટું નામ કહેવાતા જયેશ રાદડિયાને પણ અન્ય મંત્રીઓની જેમ પડતા મુકવામાં આવનાર છે. જયેશ રાદડિયાને પડતા મુકવામાં આવશે તે બાબતની જાણ જયારે તેમને કરવામાં આવી ત્યારે તેઓ નારાજ થઇ ગયા હતા. આ પછી તેમણે નારાજગી જાહેરમાં વ્યકત કરવાને બદલે ભાજપના નેતાઓ સમક્ષ વ્યકત કરી હતી. રાદડિયાએ ત્યાં સુધી વિરોધ વ્યકત કર્યો હતો કે એક તબક્કે તેમને રાજીનામું દેવા સુધીના વાત કરી હતી. તેમની આ વાતથી ભાજપના નેતાઓ પણ ભયભીત થઇ ગયા હતા. અન્ય નેતાઓ પણ રાજીનામું આપી શકે છે તે બાબતથી રાદડિયાને મનાવવા માટે મોવડી મંડળે કામે લાગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...