તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે સંતોષ માન્યો:ગાંધીનગરમાં રાત્રી કર્ફ્યુ હોવા છતાં બે યુવાનો ચિક્કાર દારૂ ઢીંચીને ફરવા નીકળ્યા, પોલીસે શરાબનો નશો પળભરમાં ઉતારી દીધો

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે બન્ને યુવકો વિરુદ્ધ માત્ર પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી સંતોષ માની લીધો, એપેડેમીક એકટ મુજબ કાર્યવાહી ના થઈ

ગાંધીનગરમાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી વચ્ચે ગઇકાલે મોડી રાત્રે ચિક્કાર દારૂ ઢીંચીને રાજાપાઠમાં બિન્દાસ રીતે ફરવા નીકળેલા બે યુવાનોને પોલીસે ઝડપી લઇ લાલ આંખ કરતાં જ બન્ને દારૂડિયા યુવાનોનો શરાબનો નશો પળભરમાં ઉતરી ગયો હતો. આ સંદર્ભે પેથાપુર પોલીસે બન્ને યુવકો વિરુદ્ધ માત્ર પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી સંતોષ માની લીધો હતો.

પેથાપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશસિંહ સોમસિંહ રાત્રી કરફ્યૂ દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન પેથાપુર બજાર ખાતે આવતા રોડ ઉપર બે ઈસમો જાહેરમાં લથડીયા ખાતા ખાતા મળી આવ્યા હતા. જેમને અટકાવીને તેઓનું નામ પૂરતા પેથાપુરની વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા બ્રિજથી વનરાજ ચાવડા(ઉ.21) તેમજ 23 વર્ષીય અજયસિંહ નરેન્દ્ર સિંહ ચાવડા( રહે રંગપુર તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર) હોવાનું ખુલવા પામ્યું હતું.

બંને યુવાનો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે તેઓની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા બંને યુવાનોનો શરાબનો નશો ઉતરી ગયો. બંને યુવકો દારૂ કઈ જગ્યાએથી આપીને આવ્યા તે આ અંગે પોલીસે વધુ પોતાના શરૂ કરી હતી, પરંતુ તેઓ પોતાના શરીરની સ્થિતિનું ભાન પણ રાખી શકતા ન હતા અને તોતડાતી જીભે જવાબ આપી રહ્યા હતાં

એપેડેમીક એકટ મુજબ કાર્યવાહી ના થઈ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યુ અમલવારી માટે પોલીસ દ્વારા કડકાઈથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે શહેરમાં વિના કારણ ફરતા ઈસમો વિરુદ્ધ એપેડેમીક એકટ મુજબ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી હોય છે. ત્યારે ઉપરોકત બન્ને યુવાનો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં રાત્રી કરફ્યુ દરમિયાન ઝડપાઇ ગયેલા અને પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ 85(1)મુજબ ગુનો નોંધી સંતોષ માની લીધો હતો.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે, રાત્રી કરફ્યુ દરમિયાન કોઈ ઈસમ પકડાય તો કલમ 188 તેમજ એપેડેમીક એકટ તથા ડિઝાસ્ટર એકટ હેઠળ ગુનો નોંધવામાં આવતો હોય છે. જે ઉપરાંત કોઈ પીધેલો પકડ્યા તો ઉકત કલમની સાથે પ્રોહીબિશન નો પણ ગુનો નોંધવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો