તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:અનેક રજૂઆત છતાં હેલ્થ મિશનના કર્મચારીઓના પ્રશ્નો વર્ષથી વણઉકેલ

ગાંધીનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેઝ પે, બેઝિક પે વગેરેમાં વધારાની બાંહેધરી આપી છતાં અમલ થતો નથી
 • પ્રશ્નોનો આગામી 12મી, મે સુધી હકારાત્મક નિર્ણય નહી આવે તો સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી

નેશનલ હેલ્થ મિશનમાં કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા એક વર્ષથી 7 વખત લેખિત તેમજ 10 વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં તેનો કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષ ઊઠવા પામ્યો હતો. નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે તારીખ 12મી, મે સુધી કોઇ નક્કર નિર્ણય લેવામાં નહી આવે તો સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી હોવાનું નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળના પ્રમુખ અને સામાન્ય મંત્રીએ જણાવ્યું છે.

નેશનલ હેલ્થ મિશનના કરાર આધારીત કર્મચારીઓને દર 3 વર્ષે બેઝ પેમાં સ્લેબ સિસ્ટમથી મહેનતાણામાં વધારો કરવાની બાંહેધરી આપી હોવા છતાં તેની અમલવારી કરી નથી. કર્મચારીઓને વર્ગ-3 કેડરના કર્મચારીઓના શરૂઆતનો બેઝીક પે રૂપિયા 15000 મુજબ કરવાની અમલવારી થઇ નથી. કર્મચારીઓને મા યોજનાનો સરકારી લાભ આપવાની બાંહેધરી આપી હતી.

ઉપરાંત દર વર્ષે કર્મચારીઓના મહેનતાણામાં 5 ટકા ફિક્સ અને 5 ટકા પરર્ફોમન્સ બેઝ મુજબ વધારો કરવાની બાંહેધરી આપી હતી. કર્મચારીઓ માટે એચ આર પોલીસી તૈયાર કરવાની પણ બાંહેધરી આપી હતી. જિલ્લામાં ફરજ બજાવતા એનએચએમ કર્મચારીઓ માટે નિયમિત કર્મચારીઓની જેમ ઇન્સેન્ટીવ આપવાની બાંહેધરી આપી છે. કોમ્યુનીટી હેલ્થ ઓફિસરોને જે ઇન્સેન્ટિવ મળે છે તે મુજબ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ ઇન્સેન્ટિવ આપવાની બાંહેધરી આપી હોવાનું નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળના પ્રમુખ વિનોદભાઇ પંડ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો