વેપારીઓના ચહેરા ઉપર ખુશાલી:ફટાકડાના ભાવમાં 20 ટકા વધારો છતાં સ્ટોક ખલાસ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષ કરતાં ઘરાકીમાં 40 ટકાનાે વધારાે

ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો છતાં વેચાણમાં ઓટ નહી આવતા વેપારીઓના ચહેરા ઉપર ખુશાલી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે કોરોનાનું સંક્રમણ મંદ પડતા લોકોમાં ખરીદદારી પણ નીકળતા ગત વર્ષ કરતા ઘરાકીમાં 40 ટકાનો વધારો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

કોરોનાની મહામારીમાં ચાલુ વર્ષે દિવાળીના પર્વમાં સંક્રમણ હાલમાં અટકી ગયું છે. જેની સીધી અસર દિવાળીની ખરીદી ઉપર જોવા મળી રહી છે. જોકે ગત વર્ષે દિવાળી પર્વમાં જ કોરોનાનું સંક્રમણ વધતા તેનાથી લોકોની ખરીદીમાં ઓટ આવી હતી. જેને પરિણામે ગત વર્ષે દિવાળીના તહેવારોમાં બાળકો અને યુવાનોને પ્રિય ફટાકડાના ભાવમાં કોઇ જ વધારો નહી હોવા છતાં ઘરાકી માંડ 40 ટકા રહી હતી. જ્યારે ગત વર્ષની દિવાળીની સરખામણીએ ચાલુ વર્ષે કોરોનાના સંક્રમણને જાણે બ્રેક મારી દીધી હોય તેમ અટકી ગયું છે. આથી ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 20 ટકાનો વધારો હોવા છતાં ઘરાકી પણ ફુલ રહેતા ફટાકડાનો સ્ટોક ખલાસ થઇ જશે તેવો આશાવાદ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.

છેલ્લા 20 વર્ષથી ફટાકડાનું વેચાણ કરતા વેપારી પ્રકાશભાઇના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઘરાકીમાં 40 ટકાનો વધારો છે. ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી ખરીદી પણ ફુલ થઇ રહી હોવાથી ચાલુ વર્ષે ફટાકડાનો માલ ખલાસ થઇ જશે. જોકે ગત વર્ષે 80 ટકા જેટલો માલ પડી રહ્યો હોવાથી ફટાકડાના વેપારીઓને નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...