તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વધુ 55 કેસ છતાં પોલીસે 5 દિવસમાં 1443 લોકોને માસ્ક વિના ઝડપ્યા

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કચરો વીણનારાં વૃદ્ધા પણ માસ્કનું મહત્ત્વ સમજે છે, તમે પણ સમજો - Divya Bhaskar
કચરો વીણનારાં વૃદ્ધા પણ માસ્કનું મહત્ત્વ સમજે છે, તમે પણ સમજો
 • મેથી નવેમ્બર સુધીમાં માસ્ક વગરના 76,064 લોકો પાસેથી કુલ રૂ. 2,15,71,000 દંડ વસૂલાયો હતો

જિલ્લામાં નવા 55 કેસ નોંધાતા કુલ આંકડો 6568 થયો છે. કોરોનાથી સંક્રમિત થયેલા ગ્રામ્યના 25 વ્યક્તિઓ અને ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના 19 વ્યક્તિઓ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જ્યારે કુલ કેસમાં માત્ર 11 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થયા છે. વધુ 47 દર્દીઓ સાજા થતાં કોરોના મુક્ત વ્યક્તિઓનો આંકડો 5486 થયો છે. વધુમાં જિલ્લાના 8 સહિત કુલ 13 દર્દીઓએ દમ તોડ્યો છે. ત્યારે હાલ માસ્ક અને વાહન ચેકિંગની ડ્રાઈવમાં પોલીસે 3થી 7 ડિસેમ્બર બપોર સુધીમાં માસ્ક વગર ફરતાં 1443 લોકોને 14,43,000નો દંડ ફટકાર્યો છે.

5 દિવસમાં કુલ 14.43 લાખ વસૂલાયા
જિલ્લા પોલીસ દ્વારા હાલ માસ્ક અને વાહન ચેકિંગની ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં પોલીસે 3થી 7 ડિસેમ્બર બપોર સુધીમાં માસ્ક વગર ફરતાં 1443 લોકોને 14,43,000નો દંડ ફટકાર્યો છે. અત્યાર સુધીમાં 17 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. પોલીસે 3થી 7 ડિસેમ્બર બપોર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગર ફરતાં લોકો અને વધુ પેસેન્જર બેસાડીને જતા વાહનચાલકો સામે 34 ગુના દાખલ કરીને કુલ 105 લોકોની અટકાયત કરી હતી. જેમાં પોલીસે 3જીએ 7, 4થીએ 6, પાંચમીએ 6, છઠ્ઠીએ 13 અને સાતમીની બપોર સુધીમાં 2 ગુના નોંધ્યા હતા. ડ્રાઈવ દરમિયાન કુલ 181 વાહનો ડિટેઈન કરી કુલ 3,20,050 દંડ વસૂલાયો છે.

માસ્ક વગર ફરતા 3 લોકો સામે ગુનો
ભાટ ટોલટેક્ષની નજીક આવેલ મેવાડ ભોજનાલય પર માસ્ક વગર દુકાન પર વેચાણ કરતાં જીતેન્દ્રકુમાર મીણા, અડાલજ હુડકો ચેહર પાર્લર ખાતે ભીડ થતાં અને માસ્ક વગર વસ્તુઓનું વેચાણ કરતાં લાલાજી ઠાકોર, તથા ઉવારસદ નાગદેવ ચોકડી પાસે માસ્ક વગર ફરતાં વિક્રમજી ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ રાંધેજા ચોકડી ખાતે રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનાર આશીફ શેખ(21 વર્ષ, રહે-જનતા સુપર માર્કેટ, માણસા) સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ધમકી : માસ્કનો દંડ નહીં ભરું,, થાય એ કરી લો
એલસીબી-2નો સ્ટાફ રવિવારે પેટ્રોલિંગમાં રહીને કામગીરી કરી રહ્યો હતો. સેક્ટર-24 ખાતે સાંજે સાડા 6 વાગ્યે અંબાજી મંદિરની સામે એક શખ્સ માસ્ક વગર જોવા મળ્યો હતો. જેને પગલે પોલીસે તેને દંડ ભરવા માટે કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. તેણે જોરજોરથી બુમો પાડીને ‘દંડ નહીં ભરુ અને બીજા કોઈનો પણ દંડ વસુલ કરવા દઈશ નહીં, તમારાથી થાય તે કરી લો’ કહીં પોલીસને ધમકી આપી હતી. જેને પગલે પોલીસે તેનું નામ પૂછતાં તે સે-25 સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહેતો દુષ્યંતસિંહ રાઓલ(પ્લોટ નં- 18/2) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ફરજમાં રૂકાવટ અને લોકોને ભેગા કરવા બદલ ગુનો નોંધ્યો હતો.

જિલ્લા પોલીસે કરેલો દંડ
તારીખ દંડ
3 ડિસે. 251000
4 ડિસે. 305000
5 ડિસે. 329000
તારીખ દંડ
6 ડિસે. 385000
7 ડિસે. 173000
કુલ 1443000

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો