વાવેતર:જિલ્લામાં 51.24 ટકા વરસાદ, ગત વર્ષથી 26.39 ટકા ઓછો છતાં 64420 હેક્ટરમાં વાવેતર ઘટ્યું

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોમાસું પાકનું વાવેતર - Divya Bhaskar
ચોમાસું પાકનું વાવેતર
  • ગત વર્ષે 24.85 ટકા વરસાદમાં પણ જિલ્લામાં 122371 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર હતું
  • છેલ્લાં 5 વર્ષમાં ચોમાસાની ઋતુ નિયત સમય કરતાં એક માસ મોડી શરૂ થઇ

છેલ્લા પાંચ વર્ષમાં વરસાદની પેટર્ન બદલાતા તેની સીધી અસર ખરીફ પાકના વાવેતર ઉપર પડી છે. જોકે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસ સુધીમાં વરસાદ ભલે 51 ટકા પડ્યો છે. પરંતુ તેની સામે ખરીફ વાવેતર 64420 હેક્ટરના ઘટાડાની પાછળ અનિયમિત વીજળી, એક માસ મોડું શરૂ થયેલું ચોમાસું જવાબદાર છે. આથી આગામી શિયાળુ પાકને ધ્યાનમાં રાખીને ખેડૂતો લાંબાગાળાને બદલે ટુંકાગાળાના પાકના વાવેતર તરફ વળ્યા છે.

અગાઉના સમયમાં ચોમાસાના પ્રારંભમાં જ વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી તળાવો ભરાઇ જતા હતા. પરંતું છેલ્લા પાંચ વર્ષથી વરસાદની બદલાતી પેટર્નને પગલે ઝરમર વરસાદથી તળાવો ભરાતા તો નથી. પરંતુ ખરીફ પાકની વાવણી લાયક જમીન પણ ભીની થતી નથી. આથી છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં થયેલા 64420 હેક્ટરના ઘટાડા થયો છે. જોકે ચાલુ વર્ષે વાવેતરમાં નોંધાયેલા ઘટાડાની પાછળ વરસાદ અને વીજળીની અનિયમિતતા હોવાનું ખેડુતોએ જણાવ્યું છે.

છેલ્લાં પાંચ વર્ષમાં થયેલું વાવેતર અને વરસાદ
વર્ષવાવેતર (હે.)વરસાદ (%)
{ 2018-1914356518.34
{ 2019-2013468124.29
{ 2020-2113248441.75
{ 2021-2212237124.85
{ 2022-237914551.24

ચાલુ સીઝનમાં ઓગસ્ટ માસ સુધી પડેલો વરસાદ
જિલ્લામાં ચાલુ વર્ષે જુનથી ઓગસ્ટ માસ સુધી પડેલા વરસાદની વિગતોમાં તારીખ 15મી જૂનથી તારીખ 2જી, ઓગસ્ટ સુધીના 49 દિવસમાંથી 18 દિવસમાં 0 મી.મી. વરસાદ, 23 દિવસે 1થી 17 મી.મી. વરસાદ, 6 દિવસે 1 ઇંચ, 2 દિવસ 2 ઇંચ વરસાદ પડ્યો છે.

ટૂંકાગાળાના પાકનું વાવેતર વધ્યું
ખેડુતો ચોમાસું પાકમાં અડદ, મગ, મઠ, તલ, દિવેલા, ઘાસચારાનું વાવેતર કરી રહ્યા છે. તેમાં દિવેલા અને ઘાસચારાનું વાવેતરથી ચાર વખત ઉતાર થઇ શકે અને કઠોળ પાકમાં પાણીની ઓછી જરૂર પડતી હોવાનું ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલે જણાવ્યું છે.

મગફળી, ડાંગરનું વાવેતર હવે કરવું લેટ પડે
મગફળીનો પાક 120થી 150 દિવસે તૈયાર થતો હોવાથી તેનું વાવેતર કરે તો શિયાળું પાક ઘઉં, બટાટાનું વાવેતર મોડું થવાથી તેમાં વધુ ઉત્પાદન મળતું નથી. જોકે મગફળીમાં અમુક ટુંકાગાળાનું બિયારણ બજારમાં મળે છે. પરંતુ તેનું ઓછું વાવેતર કરે છે તેમ ખેડૂત સંજય પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...