ઝઘડો:જીવરાજના મુવાડા ગામમાં દેરાણી અને જેઠાણી બાખડ્યાં

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેઠાણીને હાથમાં પંજેઠી મારતા ઇજા પહોંચી હતી
  • દેરાણીએ સગાઈમાં નહી આવવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો: રખિયાલ પોલીસમાં ફરિયાદ

સગાઇમાં નહી આવવા મામલે થયેલો ઝઘડામાં ગાળો નહી બોલવા જેઠાણીએ કહેતા જ ઉશ્કેરાયેલી દેરાણીએ પંજેઠી (ખોરી) જેઠ અને જેઠાણીને હાથમાં મારતા ઇજાગ્રસ્ત થઇ હતી. ઇજાગ્રસ્તે જેઠાણીને સારવાર અર્થે હોસ્પિટલાઇઝ કરી હતી. જેઠાણીની ફરીયાદના આધારે રખિયાલ પોલીસે દેરાણી વિરૂદ્ધ ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ તાલુકાના જીવરાજના મુવાડા ગામમાં દેરાણી અને જેઠાણી વચ્ચેના સામાન્ય ઝઘડામાં હુમલાનો બનાવ બન્યો છે. આ અંગે રખિયાલ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના જીવરાજના મુવાડા ગામે રહેતા મધુબેન પોપટજી ઠાકોર તેમના પતિ પોપટજી કચરાજી ઠાકોર સાથે ખેતરમાંથી પરત તેમના ઘરે જઈ રહ્યા હતા. તેઓ તેમની દેરાણી જ્યોત્સનાબેન ગોકાજી ઠાકોરના ઘર પાસે નાળિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ્યોત્સનાબેન આવી પહોંચી મધુબેનના પતિ પોપટજીને સગાઈમાં નહી આવવા બાબતે જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા.

આથી મધુબેને દેરાણી જ્યોત્સનાબેનને ગાળો બોલવાનીના કહેતાં તેઓ એકદમ ઉશ્કેરાઇ જઇ તેમના હાથમાંથી પંજેઠી (ખોરી)મધુબેનના જમણા તથા ડાબા હાથ પર મારી ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે પોપટજીને પણ જમણા પગે પંજેઠી મારી હતી.

ઇજાગ્રસ્ત મધુબેનને ઇમરજન્સી વાન 108 દ્વારા રખિયાલના સરકારી દવાખાનમાં સારવાર માટે દાખલ કર્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા છે. જ્યાં સારવાર બાદ તેમણે રખિયાલ પોલીસ મથકમાં દેરાણી જ્યોત્સનાબેન ગોકાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...