ક્ડક કાર્યવાહી:બેદરકારી બદલ નાયબ કલેક્ટર, બે મહેસૂલી અધિકારી સસ્પેન્ડ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે નવી સરકારે શરૂ કરેલા આકરા પગલાંના ભાગરૂપે ફરજમાં બેદરકારી બદલ નાયબ કલેક્ટર સહિત ત્રણ મહેસૂલી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહેસૂલ વિભાગની છબિ સુધારવા માટે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આવા અધિકારીઓને સ્ટીંગ ઓપરેશન કરી પુરાવા મોકલવા નાગરિકોને અપીલ કરી હતી. જેના ભાગરૂપે ડાંગ ખાતેના નાયબ કલેક્ટર ટી.કે.વસાવા, સુરતના માંગરોળ ખાતેના બે નાયબ મામલતદાર એમ.એમ.વસાવા અને ડી.એમ.ચૌધરીને ફરજ પ્રત્યેની બેદરકારી અને વિલંબિત ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે સરકારી યોજનાઓના લાભ નાગરિકોને સત્વરે મળે તે માટે સરકાર કોઈ બેદરકારી નહીં ચલાવે.

અન્ય સમાચારો પણ છે...