તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:ગાંધીનગર-કોબા માર્ગ પર PDPU જંકશન પાસે 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરના નિર્માણ માટે નાયબ મુખ્યમંત્રીની લીલીઝંડી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ એક ફ્લાયઓવર બનતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે

ગાંધીનગર - કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ. જંકશન પાસે રૂપિયા 50 કરોડના ખર્ચે નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવશે. આ નવા ફલાય ઓવર માટેની મંજૂરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા આપવામાં આવી છે.

ગાંધીનગર અમદાવાદ જવાના માર્ગ ઉપર દિન પ્રતિદિન ટ્રાફીક વધતો જાય છે. ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા માર્ગને પહોળા કરવા અને ફ્લાય ઓવર બાંધવાનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર થી અમદાવાદ જવા માટેના કોબા સર્કલ વાળા માર્ગ થઈ અમદાવાદના વિવિધ વિસ્તાર તેમજ એરપોર્ટ જવા માટેનો મુખ્યમાર્ગ હોવાથી આ માર્ગો ઉપર દિવસે દિવસે વાહનોની અવરજવર વધતી જાય છે. તેમજ ગાંધીનગર – કોબા માર્ગ પર ન્યૂ ગાંધીનગરનો વિકાસ સતત થઇ રહ્યો છે. ભવિષ્યમાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના સુચારું આયોજન માટે ગાંધીનગર - કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ.જંકશન પર નવા ફ્લાયઓવર બાંધવાનો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પાટનગર યોજના અંતર્ગત ફ્લાયઓવર બાંધવા માટે 50 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કલોલ તાલુકામાં છત્રાલ જીઆઈડીસીથી પાનસર સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો રેવલે ઓવરબ્રિજ બનાવાયો છે. 34.92 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજ પણ શરૂ કરાયો છે. આ બ્રિજથી જેમાં નારદીપુર, વેડા, પલીયડ, મોખાસણ, ભાદોલ સહિતના 10 ગામના લોકોને છત્રાલ જીઆઈડીસી જવા માટે અનુકુલતા રહેશે.

આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સરખેજ-ગાંધીનગર હાઈવે પર 28 કરોડના ખર્ચે બનેલો વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને 17 કરોડના ખર્ચે બનેલા ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. જેનાં પગલે અમદાવાદ–ગાંધીનગર વચ્ચેની પરિવહન સેવા સલામત અને ઝડપી બનશે. બંને ફ્લાય ઓવર શરૂ થતાં ગાંધીનગર-સરખેજ વચ્ચે અવરજવર કરતાં હજારો લોકોને સીધો ફાયદો થશે.

ત્યારે ગાંધીનગર કોબા માર્ગ પર પી ડી પી યુ જંકશન પર વધુ એક ફ્લાય ઓવર ને લીલી ઝંડી આપવામાં આવતા અમદાવાદ ગાંધીનગર નું અંતર ઘટી જશે. તેમજ જ વાહનચાલકોને ટ્રાફિકથી રાહત મળતાં ઈંધણમાં પણ સીધો ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...