તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકસ્મિક મુલાકાત:ST બસોની નિયમિત સફાઇ કરાવવા ડેપો મેનેજરોને નિગમનો આદેશ, દંડનીય કાર્યવાહી થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આકસ્મિક તપાસમાં બસની સફાઇ નહી થયાનું સામે આવ્યું
 • બજેટ ફાળવાતું હોવા છતાં સફાઈ થતી નથી

એસટી નિગમ દ્વારા બસોની સાફ સફાઇ માટે જરૂરી ગ્રાન્ટ આપવા છતાં સફાઇ નહી થતી હોવાનું આકસ્મિક તપાસમાં બહાર આવ્યું હતું. આથી બસોની અનિયમિત સફાઇના મામલે દંડની કાર્યવાહી નિગમ દ્વારા કરવામાં આવશે. બસોની નિયમિત સફાઇ થાય તેનું યોગ્ય મોનીટરીંગ કરવા એસ ટી નિગમે ડેપો મેનેજરોને આદેશ કર્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગ્રામ્ય, શહેરી તેમજ નાના મોટા અંતરની બસો દોડાવવામાં આવે છે. જેના માટે જિલ્લા અને તાલુકાકક્ષાએ ડેપો દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. ડેપો દ્વારા સંચાલન થતી એસ ટી બસોની નિયમિત સાફ સફાઇ થાય તે માટે જરૂરી બજેટ પણ ફાળવવામાં આવે છે. તેમ છતાં બસોની સફાઇ કરવામાં નહી આવતી હોવાનું એસ ટી નિગમની આકસ્મિક ચકાસણીમાં બહાર આવ્યું છે. એસ ટી બસોની સફાઇના મામલે ડેપો દ્વારા દાખવવામાં આવી રહેલી લાપરવાહી સામે એસ ટી નિગમે લાલ આંખ કરી છે. જેમાં ડેપો કક્ષાએ મેનેજર અને સુપરવાઇઝર સ્ટાફ દ્વારા એસ ટી બસોની સફાઇના મામલે અસરકારક મોનિટરીંગ કરવા તાબાના તમામ વિભાગીય નિયામકોને એસ ટી નિગમના મુખ્ય યાંત્રિક ઇજનેરે આદેશ કર્યો છે. ચકાસણી દરમિયાન બસોની સફાઇ નહી થયાનું માલુમ પડશે તો દંડનીય કાર્યવાહી કરવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

એસ ટી બસોની સફાઇમાં બોડી બેકના કાચની દરરોજ સફાઇ કરતી વખતે અંદર અને બહાર લિક્વીડ કે ડિટર્જનથી સાફ કર્યા બાદ પેપરથી કાચને સાફ કરવાનો રહેશે. તેજ રીતે બસની બારીના કાચની પણ સફાઇ કરવાની રહેશે. બસોની સફાઇ કર્યાનો દરેક સાઇડથી ફોટા પાડીને મોબાઇલ ઉપર મોકલવાનો આદેશ કર્યો છે. બસની સફાઇના ફોટા દરરોજ બપોરે 2 કલાક પહેલાં મોકલવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે. ઉપરોક્ત મુજબની સફાઇ કર્યા વિના એકપણ બસ સંચાલનમાં જાય નહી તેની કાળજી રાખવી જરૂરી છે. જો બસની સફાઇમાં અનિયમિતતા જોવા મળશે તો ડેપો મેનેજરને જવાબદાર ગણવામાં આવશે. અને તપાસમાં માલુમ પડશે તો દંડનીય કાર્યવાહી પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો