પીએમ કિસાન યોજના:વહેલાલના ખેડૂતના બંધ થયેલા બેંક ખાતામાં કિસાન યોજનાનો હપ્તો જમા

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએમ કિસાન સોફ્ટવેરમાં ખામીના કારણે સમસ્યા થઈ હતી

પીએમ કિસાન યોજના અંતર્ગત કિસાનોને રૂપિયા બે હજારનો 11 મો હપ્તો મળવાનો શરૂ થઈ ગયો છે.ઘણા ખેડૂતોને બેંકમાં હપ્તો જમા થયાનો મેસેજ બેક તરફથી તેમજ બીજો મેસેજ પીએમ કિસાન યોજના સિસ્ટમમાંથી મળ્યા છે. વહેલાલ ના બે ખેડૂતોને હપ્તા મળતા કડવા અનુભવ થયા છે.એક ખેડૂતને તો યોજના શરૂ થઈ તે પહેલાના ત્રણ વર્ષ પૂર્વે બંધ અને યોજના માટે ક્યારેય બેક ડિટેઇલ નહિ આપેલ ખાતામાં રકમ જમા મળી છે ત્યારે આ હપ્તાની રકમ કઈ રીતે ઉપાડવી તે પ્રશ્ન સર્જાયો છે .તો અન્ય એક ખેડૂતને યોજના માટે બેક ડિટેઇલ નહિ આપેલ ખાતામાં રકમ જમા મળી છે.

વહેલાલના ખેડૂત જયેશ નટુભાઈ પટેલને પીએમ કિસાન યોજનાનો 11 મો હપ્તો જમા થયાના બેંક તેમજ પીએમ કિસાન યોજના સિસ્ટમમાંથી મેસેજ મળ્યો.પરંતુ ખેડૂતને તેના એડીસી બેક ખાતામા નહિ પરંતુ એસબીઆઈ ખાતામાં રકમ જમા મળ્યાનો મેસેજ મળતા કિસાન અચંબામાં પડી ગયો. પીએમ કિસાન યોજનાની નોધણી થઈ ત્યારથી આજદિન સુધી ખેડૂતે માત્ર એડીસી બેંકની ડિટેઇલ આપેલી જેમાં 2021 મા બે તથા 2022 આ એક હપ્તો જમા મળ્યો પરંતુ અચાનક 11 મો હપ્તો એસબીઆઈ બેકમાં જમા મળેલ જેની ડિટેઇલ ક્યારેય પીએમ કિસાન યોજનામાં આપેલ કે અપડેટ નહિ કરાવેલ તેનાજ નામના અન્ય એસબીઆઈ બેક ખાતામાં જમા મળી છે.

વહેલાલના ખેડૂત એસ.આઈ.પટેલ ને પીએમ કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન વખતે આપેલ બેંક ડિટેઇલ મુજબ એડીસી બેંક ખાતામાં 2019 મા હપ્તા નંબર એક થી ત્રણ જમા મળ્યા હતા પરંતુ 2020 થી ઓગસ્ટ 2021 સુધી ના હપ્તા નંબર ચારથી નવ એમ કુલ છ હપ્તા એકાઉન્ટ બંધ થઈ ગયું હોવાથી મળેલ નહિ જે સ્ટેટ્સમાં બતાવે છે.ત્યારબાદ નવા બેક એકાઉન્ટની વિગતો ગ્રામ સેવકને આપી અપડેટ કરાવતા દસમો હપ્તો અપડેટ કરેલ નવા બેક ખાતામાં જાન્યુઆરી 2022 મા મળેલ પરંતુ તાજેતરમાં 11 મા હપ્તાની રકમ તેઓના એવા ખાતામાં જમા થઈ કે જે ખાતું ત્રણ વર્ષ પૂર્વે બંધ થઈ ગયુ છે.

ખેડુતે પીએમ કિસાન યોજના વેબ સ્ટેટ્સનું સ્ટેટમેન્ટ જોતા હપ્તા નંબર 4 થી 9 મા ટ્રાન્જેક્શન ફેઈલ રિજન કોલમમાં એકાઉન્ટ ક્લોઝનું કારણ આપી કુલ છ હપ્તાની રકમ જમા નથી અપાઈ,જ્યારે11 મો હપ્તો યોજના શરૂ થઈ તેના ત્રણ વર્ષ પૂર્વે બંધ થયેલા ખાતાંમા જમા મળી છે .ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બંધ ખાતામાં છ હપ્તા જમા ના મળ્યા તો 11 મો હપ્તો બંધ ખાતામાં કઈ રીતે મળ્યો ?

અન્ય સમાચારો પણ છે...