ચોથુ નોરતુ:ગાંધીનગરમાં નવરાત્રિનાં ચોથા દિવસે ગરબાની જમાવટ, GNLUમાં પણ ગરબાનું આયોજન કરાયું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • સંસ્થાના ડાયરેક્ટર એસ.શાંથાકુમારે માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાવી

ગાંધીનગરમાં નવરાત્રિના ચોથા દિવસે પણ ઠેર ઠેર ગરબાની જમાવટ યથાવત છે. ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીનાં સ્ટાફ ક્વાર્ટર્સમાં પણ નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે નવરાત્રિનાં ચોથા દિવસે સંસ્થાના ડાયરેક્ટર એસ.શાંથાકુમારે અંબે માતાજીની આરતી ઉતારી ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં આજે નવરાત્રિનાં ચોથા દિવસે પણ અલગ અલગ વિસ્તારમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે. જોકે મહ્ત્વ નું છે કે છેલ્લાં બે વર્ષ થી નવરાત્રી તહેવાર ઉજવાયો નહોતો. આ વર્ષે કોરોના ગાઈડલાઈન સાથે ઠેરઠેર નવરાત્રી યોજાઈ રહી છે જેમાં શેરીગરબા અને મહોલ્લામાં લોકો ગરબે ઝૂમતા નજરે પડી રહ્યા છે.

નવરાત્રિ નિમિત્તે દેશભરમાં ખ્યાતનામ ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી ખાતેનાં સ્ટાફ ક્વાર્ટર્સમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાફ ક્વાર્ટર્સમાં દર વર્ષે ગરબા યોજવામાં આવતા હોય છે. એમાંય નવરાત્રિ સમયે સંસ્થા ધ્વારા વિધાર્થીઓ માટે ખાસ ભવ્ય ગરબા યોજવામાં આવતા હોય છે. પરંતુ કોરોના મહામારીનાં ગ્રહણનાં કારણે આ વર્ષે પણ ગરબા મહોત્સવ શક્ય બન્યો નથી.

સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ પણ ભણતરની સાથે નવરાત્રિ ની આરતીમાં અચૂકથી હાજર રહે છે. ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીનાં સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે પણ માતાજીની વિધિસર પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવે છે. દરરોજ સ્ટાફના કર્મચારીઓ સામૂહિક રીતે માતાજીની આરતી ઉતારી ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે.

આજે યૂનિવર્સિટીનાં ડાયરેક્ટર એસ. શાંથાકુમાર પણ સ્ટાફ ક્વાર્ટર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતાજીની આરતી ઉતારી ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે યૂનિવર્સિટીનાં વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...