આદેશ:ST ડેપોમાં ગેરહાજર કર્મીની સામે ખાતાકીય પગલાં લેવાશે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર એસ ટી ડેપો મેનેજરનો આદેશ
  • ડ્યુટી લખી ન હોય તો ATIને જાણ કરવી પડશે

અનલોક-2ની અમલવારી થતાં જ રાત્રિના રૂટ બસો શરૂ કરાતા ગાંધીનગર એસ ટી ડેપોમાં ડ્યુટી લીસ્ટ મુજબના જે કર્મચારીઓ ગેરહાજર જોવા મળશે તો તેમની સામે ખાતાકિય પગલાં લેવાશે. ડ્યુટી લીસ્ટમાં નામ ન હોય તો એટીઆઇને મળવા ડેપો મેનેજરે આદેશ કર્યો છે. 

ડ્રાઈવર અને કંડક્ટરો ડ્યુટી ઉપર ગેરહાજર જોવા મળશે તો તેમની સામે ખાતાકિય કાર્યવાહી કરવાનો આદેશ ડેપો મેેનેજરે કર્યો છે

 ચાલુ માસના પ્રારંભ સાથે જ અનલોક-2ની અમલવારી થતાં જ રાત્રિના રૂટને છુટછાટ આપવામાં આવી છે. આથી ગાંધીનગર ડેપોમાંથી ઉપડતી લાંબા રૂટની બસોને શરૂ કરવામાં આવી છે. ત્યારે ડ્યુટી લીસ્ટ મુજબના ડ્રાઈવર અને કંડક્ટરો ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ડ્યુટી લીસ્ટ મુજબ કર્મચારીઓ હાજર નહી હોવાથી રૂટ કેન્સલ કરવા કે લેટ ઉપડતા હોવાના બનાવો બની રહ્યા છે. જેને પરિણામે જીપીએસ સિસ્ટમથી તેની નોંધ લેવાતા એસ ટી નિગમમાં ખોટા મેસેજ જાય છે. ઉપરાંત સમયસર રૂટની બસ નહી દોડતા મુસાફરોમાંથી ફરિયાદો ઉઠે છે. આવી સમસ્યાને પગલે ગાંધીનગર એસ ટી ડેપોના મેનેજરે ડ્યુટી લીસ્ટમાં બતાવેલા ડ્રાઈવર અને કંડક્ટરો ડ્યુટી ઉપર ગેરહાજર જોવા મળશે તો તેમની સામે ખાતાકિય કાર્યવાહી કરવાનો આદેશ ડેપો મેેનેજરે કર્યો છે. જે કર્મચારીઓના નામ ડ્યુટી લીસ્ટમાં આવે નહી તો તેની જાણ એટીઆઇને કરીને પરામર્શ કરીને ડ્યુટી કરવાનો આદેશ ડેપો મેનેજર કિર્તનભાઇ પટેલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...