કામને મંજૂરી મળી ગઈ:ગાંધીનગરમાં સેક્ટર-17 ખાતે જર્જરિત આવાસ તોડવાની કામગીરી શરૂ કરાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર-28 અને 29 ખાતે 400 જેટલા આવાસ તોડવાની મંજૂરી મળી

સેક્ટર-17 ખાતે આવેલા જૂના એમએલએ ક્વાટર્સ સહિતના જર્જરીત આવાસ તોડવાની કામગીરી ચાલુ કરાઈ છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર ખસેડાઇ ત્યારે સે-9માં ધારાસભ્યોને આવાસ અપાયા હતાં. 1971માં સેક્ટર-17માં MLA ક્વાર્ટર બંધાયા જે 1995માં સેક્ટર 21માં નવા સદસ્ય નિવાસ બનતા કર્મચારીઓને અપાયા હતા. ત્યારે સે-17માં જૂના MLAક્વાટર્સ અને પાસેના બીજા મકાનો મળીને 255 મકાનો ભયજનક હતા. જેને એક પછી એક તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે.

છ મહિના પહેલાં સુધી તો નહીં જર્જરીત આવાસમાં જ 200 વિદ્યાર્થી સાથેની સ્કૂલ ચાલતી હતી. જોકે અન્ય સ્થળે આવાસ ફાળવાતા સ્કૂલ અહીંથી ખસેડાઈ હતી. ત્યારે હવે પાટનગર યોજના વિભાગ દ્વારા અહીં જર્જરીત આવાસોના ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. જોકે અહીં પાસે એસીબીની ઓફીસ સહિતના કેટલાક આવાસ ભરેલા છે જે તબક્કવાર ખાલી કરાશે.

બીજી તરફ સેક્ટર-28 અને સેક્ટર-29માં પણ 400 જેટલા સરકારી આવાસ તોડી પાડવામાં આવશે. આ માટે પાટનગર યોજના વિભાગની દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે. જેમાં ચ, છ અને જ કક્ષાના 400 જેટલા આવાસ ભયજનક છે, જેને તોડી પડાશે. પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટર-6, 7, 12, 13 અને 16 ખાતે ભયજનક આવાસ ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારે હવે સેક્ટર-17 ખાતે આવાસ તોડવાની કામગીરી અને આગામી સમયે સેક્ટર-28, 29 ખાતે આવાસ તોડાશે.

અન્ય સમાચારો પણ છે...