તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતી પાકને બચાવવા માટે પાણી આપવાનું આયોજન કરવા માંગ કરી

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે ડેમમાં પીવાના પાણી સિવાયનો વધુ જથ્થો છે ત્યાં પાણી આપવાની માંગ
  • કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામા આવી

રાજયમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનાં ડાકલા વાગવા માંડતા ખેડૂતોનાં પાકને બચાવવા તેમજ જરૂરી ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક અસરકારક પગલાં ભરવા માટેની માંગણી કરવામાં આવી છે.

રાજયમાં કોરોના મહામારી અને તાઉ તે વાવાઝોડા પછી વરસાદ ખેંચાતા જગતના તાતની સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. રાજયમાં વરસાદ પૂરતા પ્રમાણમાં નહીં વરસતા ઊભા પાકમાં સૂકારાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. એમાંય હજી વાવણી લાયક વરસાદ નહીં વરસતા ખેડૂતો લાચાર પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે.

ત્યારે ભારતીય કિસાન સંઘ ધ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક અસરથી જરૂરી નિર્ણય લેવા માટેની માંગણી કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ ના પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ પત્ર લખી માંગણી કરી છે કે, ચાલુ વર્ષે ચોમાસાનાં પ્રારંભે ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થતાં ખેતીનું વાવેતર કરી દીધું છે. ત્યારે અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો નથી.

રાજયમાં 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયેલો છે. ત્યારે ખેતી બચાવવા માટે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. આવા સંજોગોમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યનાં તાલુકા - જિલ્લા માં 10 ઈચ પણ વરસાદ પડ્યો નથી. કે જ્યાં ચાર અઠવાડિયાથી વરસાદ માત્ર છાંટા પડયાં છે. જેનાં કારણે ખેત પાકોને રાહત નથી. ત્યારે આ દિશામાં કાર્યવાહી કરવા વહીવટી તંત્રને આદેશ આપવા રજૂઆત છે.

આ ઉપરાંત જે ડેમોમાં પીવાના પાણી સિવાયનો જથ્થો છે ત્યાં સમય પત્રક બનાવી વધુ ને વધુ ખેતીના પાકોને બચાવી લેવા આયોજન કરવું જોઇએ. કેટલાક વિસ્તારમાં છૂટા પશુ ધન, ગૌ શાળા, પાંજરાપોળ સંભવિત દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોની જરૂરિયાત ધ્યાને લઇ ઘાસચારાની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવા મુખ્યમંત્રીને રજૂઆત સાથે માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...