તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધો-10માં માસ પ્રમોશનથી ધોરણ-11માં ગ્રાન્ટેડ વર્ગો શરૂ કરવા માંગ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજ્ઞાન, સા. પ્રવાહમાં પ્રવેશની સમસ્યાને હલ કરવા વાલી મંડળની રજૂઆત
  • સંતાનોને ઓછી ફીમાં ગ્રાન્ટેડ શાળામાં ભણાવી શકાય તેવી માંગણી પણ કરાઈ

કોરોનાની મહામારીને કારણે ધોરણ-10માં માસ પ્રમોશન આપતા ધોરણ-11 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશની સમસ્યા સર્જાશે. આથી પ્રવેશની સમસ્યાને હલ કરવા માટે મોટાપાયે ગ્રાન્ટેડ શાળાના ધોરણ-11ના વર્ગો શરૂ કરવાની માંગણી સાથે વાલી અધિકાર ગૃપે રજૂઆત કરી છે.કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ બેકાબુ બનતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. ત્યારે રાજ્ય સરકારે શરૂ કરેલી ધોરણ-6થી 12ની શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા પણ મુલતવી રાખી હતી.

વધુમાં મે મહિનામાં પણ કોરોના કંટ્રોલમાં નહીં આવતા શિક્ષણ વિભાગે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. માસ પ્રમોશનથી ધોરણ-11માં સાયન્સ, કોમર્સ અને આર્ટસમાં પ્રવેશ માટે હાલાકીની શક્યતા રહેલી છે. તેમાંય ધોરણ-10માં અભ્યાસ કરતા હોય તે જ શાળામાં ધોરણ-11માં પ્રવેશ નહી મળે તેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા રહેલી છે.

આથી ધોરણ-11માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓની સમસ્યાઓને હલ કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે વર્ગોની મંજૂરી આપવાની માંગણી સાથે સંયુક્ત શિક્ષણ નિયામક(સ્કુલ વિભાગ)ને વાલી અધિકાર ગૃપે રજૂઆત કરી હોવાનું પ્રમુખ જ્યોર્જ ડાયસે જણાવ્યું છે.વાલીઓના આર્થિક ભારણને ઘટાડવા માટે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ-11ના વધુ વર્ગોને મંજૂરી આપવી જોઇએ. આથી વાલીઓ ઊંચી ફી ભરવાની સમસ્યામાંથી બહાર આવે અને પોતાના સંતાનોને ઓછી ફીમાં ગ્રાન્ટેડ શાળામાં ભણાવી શકે તેવી માંગણી પણ વાલી અધિકાર ગૃપે કરી છે.

અન્ય સમાચારો પણ છે...