તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દોઢ વર્ષથી બંધ કોચિંગ ક્લાસને શરૂ કરવા માંગ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંચાલકોએ ક્લેક્ટરને આવેદન આપ્યું

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીને કારણે બંધ રહેલા કોચિંગ ક્લાસના કારણે સંચાલકોને આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે. જ્યારે હાલમાં કોરોનાના કેસ પણ ઘટી રહ્યા છે. તેવા સમયે કોચિંગ ક્લાસને શરૂ કરવાની માંગણી સંચાલકોમાં ઉઠી રહી છે. ક્લાસિસ બંધ હોવાથી ફરજ બજાવતા કર્મચારીઓને પગાર નહી મળવાથી આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે.

ત્યારે કોરોનાની ગાઇડ લાઇન સાથે ક્લાસિસોને શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે કોચિંગ ક્લાસિસના સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હજુ સુધી શાળા-કોલેજો શરૂ કરવાનો કોઇ જ નિર્ણય લીધો નથી. આથી હાલમાં શાળાઓ તરફથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...