માગણી:અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘના ચેરમેન સામે સે-3માં આપેેલી જમીન અંગે લેન્ડ ગ્રેબ્રિંગ હેઠળ ગુનો નોંધવા માગ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટનગરમા સરકાર દ્વારા સંસ્થાઓને સેવાકીય ઉદ્દેશ સાથે ટોકન દરે જમીન આપી છે. સેક્ટર 3મા અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘને સામાજિક હેતુસર જગ્યા ફાળવી છે. પરંતુ સંઘના ચેરમેન અને પૂર્વ સાંસદ દ્વારા જગ્યાને માસિક 39 લાખના ભાડાની આસ્થા ફાઉન્ડેશનને પધરાવી દીધી છે. ત્યારે સમાજના આગેવાન દ્વારા પૂર્વ સાંસદ, આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સહિત આ બાબતે આંખ આડા કાન કરનાર અધિકારી અને કર્મચારી સામે લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામા આવી છે..

શહેરના સેક્ટર 3સીમા રહેતા એસ.એલ.ઠાકોરે લેખિત અરજી આપતા જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા શહેરના સેક્ટર 3મા 7 હજારવાર ચોરસમીટર જગ્યા મફત આપી છે. જેમા હાલમાં બાલમંદિરથી લઇને ધોરણ 12 સુધીનો અભ્યાસ ચાલી રહ્યો છે, જેમા સંસ્થાને આશરે 3 કરોડ રૂપિયા ફીની આવક થાય છે. અમારા સમાજના પૂર્વ સાંસદ પૂંજાજી ઠાકોર દ્વારા સમાજ, સરકાર કે ચેરીટી કમિશ્નરની મંજૂરી વિના માસિક 39 લાખના ભાડે એકથી વધુ એમઓયુ કરી આસ્થા ફાઉન્ડેશનના નામે રજીસ્ટર્ડ ટ્રસ્ટને પધરાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...