તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પ્રાથમિક શાળાનો સમય સવારે 10-30થી 5 કલાકનો રાખવાની માંગ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિક શિક્ષકો માટે શાળાનો સમય આઠ કલાકનો કરાતા શિક્ષકોમાં રોષ. - Divya Bhaskar
પ્રાથમિક શિક્ષકો માટે શાળાનો સમય આઠ કલાકનો કરાતા શિક્ષકોમાં રોષ.
  • RTE મુજબનો સમય શિક્ષકોનું શોષણ સમાન હોવાનો શિક્ષકોનો આક્ષેપ

આરટીઇના કાયદા મુજબ પ્રાથમિક શાળાઓનો સમય આઠ કલાકનો કરવામાં આવતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. આઇરટીઇ મુજબના શાળાના સમયથી શિક્ષકોનું શોષણ સમાન હોવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો હતો. હાલમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોમાં હાલમાં 80 શિક્ષિકાઓ હોવાથી તેઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શાળાનો સમય સવારે 10-30 થી 5 કલાકનો રાખવાની માંગણી સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.

રાજ્યના શિક્ષણ વિભાગને પ્રાથમિક શિક્ષકો માટે આયોજિત શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં મળેલી ધોબી પછડાટ બાદ હવે શિક્ષકોને આરટીઇ મુજબ શાળાનો સમય આઠ કલાકનો કરી દેવામાં આવ્યો છે. જોકે અગાઉ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 10-30થી 5 કલાકનો હતો. તેને બદલે હાલમાં આરટીઇ મુજબ પ્રાથમિક શાળાઓનો સમય આઠ કલાકનો કરવામાં આવતા શિક્ષકોમાં રોષ ઉઠ્યો છે. જોકે આરટીઇ મુજબ પ્રાથમિક શાળાનો સમય રાખવાના આદેશને પગલે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાં અલગ અલગ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. આથી એકસૂત્રતા જળવાતી નહી હોવાથી શિક્ષકોમાં વિસંગતતા ઉભી થવા પામી છે. ગત વર્ષ-2021માં પ્રાથમિક શાળાઓનો સમય આરટીઇ મુજબ કરવામાં આવ્યો હતો. પરંતુ શિક્ષકોના વિરોધને પગલે તત્કાલિન શિક્ષણ મંત્રીએ તેને રદ કરી દીધો હતો.

હાલમાં શિક્ષકોમાં મોટાભાગે 80 ટકા જેટલી શિક્ષિકાઓ છે તેઓને સામાજિક, ઘર સહિતની જવાબદારી હોવાથી મુશ્કેલી રૂપ હોવાથી શાળાનો સમય સવારે 10-30થી 5 કલાકનો રાખવાની માંગણી સાથે શિક્ષિકાઓએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...