રજુઆત:આરોગ્યના કરાર આધારિત કર્મચારીઓને ભરતીપરીક્ષામાં 25 ગુણ ગ્રેસ આપવા માંગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની કામગીરી કરનાર કર્મીઓને લાભ આપવા રજુઆત

રાજ્યના આરોગ્ય વિભાગની વિવિધ કેડરની ભરતીમાં આરોગ્યની વિવિધ જગ્યાઓ ઉપર ફરજ બજાવતા કરાર આધારીત કર્મચારીઓને 25 માર્ક્સનું ગ્રેસ આપવાની માંગણી સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

2 વર્ષથી કોરોનાની મહામારીમાં પણ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવાની તેમજ કોરોનાના દર્દીઓને દવાઓ આપવા સહિતની કામગીરી આરોગ્ય શાખાના કરાર આધારીત કર્મચારીઓએ કરી હતી. નેશનલ હેલ્થ મિશન, આરબીએસકે, જીયુએચપી સહિતની યોજનાના કરાર આધારીત કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી હતી.

કોરોના મહામારીના કપરાં સમયમાં ફરજ બજાવનારા આરોગ્યના કરાર આધારીત કર્મચારીઓને કોરોના વોરીયર્સ તરીકે ઓળખ આપવામાં આવી હતી. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગની અલગ અલગ કેડર ઉપર ભરતી પ્રક્રિયામાં આવા કરાર આધારીત કર્મચારીઓને 25 ગુણનું ગ્રેસ આપવાની માંગણી સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

જોકે તાજેતરમાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કાયમી ભરતી અંતર્ગત 3137 ફિમેલ હેલ્થ વર્કર, 1866 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવનાર છે. આ ભરતીથી પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ અને અગિયાર માસના કરાર આધારીત ફરજ બજાવતા કોરોના વોરીયર્સને નોકરી ગુમાવવી પડશે.

આથી કરાર આધારીત કર્મચારીઓને પરીક્ષામાં કુલ-25 ગુણ ગ્રેસ આપવાની માંગણી ઉઠી છે. ઉપરાંત આટલા વર્ષો સુધી આપેલી સેવા બદલ પ્રતિ વર્ષના 1 ગુણ લેખે 10 માર્ક્સ આપવા આવે તેવી માંગણી સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...