તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ બાંધણી ચકાસવા માંગ, નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાપોથીઓને મંજુર કરવા જિલ્લાકક્ષાએ સત્તા આપવા શૈક્ષિક મહાસંઘની માંગ

રાજ્યના પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગારધોરણ બાંધણી ચકાસણીની અટકી પડેલી કામગીરી શરૂ કરવાની માંગણી શિક્ષકોમાં ઉઠવા પામી છે. કામગીરીને વધુ સરળ બનાવવા માટે જિલ્લાકક્ષાએ સત્તા આપવાની માંગણી સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.રાજ્યભરના પ્રાથમિક શાળાઓના શિક્ષકોને મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ નહી મળી રહ્યા હોવાનો આક્ષેપ શિક્ષકોમાં ઉઠ્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો, મુખ્ય શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણ બાંધણીની કામગીરી તેમજ સેવાપોથીની ચકાસણી સહિતની કામગીરી અટકી પડી છે.

આથી ઉચ્ચત્તર પગારધોરણના લાભ નહી મળવાથી તેની સીધી અસર દર મહિને મળતા પગાર ઉપર થઇ રહી હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે. ઉપરાંત હાલમાં ઓનલાઇન સોફ્ટેવેર દ્વારા ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવાની કામગીરી પણ ઝડપથી થઇ શકે તેમ નથી. આથી ઉચ્ચત્તર પગાર ધોરણ બાંધણી, ચકાસણી કરીને સેવાપોથીઓ મંજુર કરવાની કામગીરીની સત્તા જિલ્લાકક્ષાએ આપવામાં આવે તેવી માંગણી સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને મહામંત્રી રતુભાઇ ગોળે રાજ્યના નિતિન પટેલને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...