રજૂઆત:ઉનાળુ મગ, બાજરી અને બાકી રહેલી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માંગ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના 20 જિલ્લામાં ઉનાળુ મગનું વાવેતર કરાયું હતું
  • ટેકાના ભાવે ખરીદી નહીં થવાથી ખુલ્લા બજારમાં ખેડૂતોના આર્થિક શોષણનો આક્ષેપ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે

ઉનાળુ મગ, બાજરી તેમજ બાકી રહેલી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં નહી આવતા ખેડુતોને આર્થિક નુકસાન થઇ રહ્યું છે. ટેકાના ભાવે ખરીદી નહી થતાં બજારમાં ઓછા ભાવે પોતાની જણસ વેચાણ કરવી પડી રહી છે. આથી ટેકાના ભાવે ખરીદી કરવાની માંગણી ભારતીય કિસાન સંઘે કરી છે.

કોરોનાની મહામારી અને વાવાઝોડાની કપરી પરિસ્થિતિને પગલે ઘઉં અને ચણાની ખરીદીથી કિસાનો આર્થિક રાહત મળી રહી છે. પરંતુ ઉનાળુ પાકો મગ, બાજરી સહિતની ખરીદી અંગેની રાજ્ય સરકારમાંથી કોઇ જ જાહેરાત નહી થવાથી ખેડુતોને આર્થિક નુકશાન થવાથી રોષ ઉઠવા પામ્યો છે. ઉનાળું પાક મગ, બાજરી સહિતની બજારમાં વેચાણ કરવાથી યોગ્ય ભાવ નહી મળતા આર્થિક માર ખેડુતો સહન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના 20 જિલ્લાઓમાં ઉનાળુ મગનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે મગનો ટેકાનો ભાવ રૂપિયા 1440ની સામે બજારમાં રૂપિયા 1100થી 1200 મળી રહ્યા છે. તેજ રીતે બાજરીનો ટેકાનો ભાવ રૂપિયા 430 હોવા છતાં બજારમાં રૂપિયા 240થી 280 સુધીમાં વેચાણ થઇ રહ્યું છે. મકાઇનો ભાવ પણ રૂપિયા 373 હોવા છતાં બજારમાં રૂપિયા 280થી 320ના ભાવે વેચાઇ રહી છે.

જ્યારે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ઉનાળુ મગનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. ત્યારે રાજ્યમા તાકિદે ઉનાળુ પાકો ટેકના ભાવથી ખરીદવાની માંગણી સાથે ભારતીય કિસાન સંઘે રાજ્યના કૃષિમંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીને લેખિત રજુઆત કરી હોવાનું ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલે જણાવ્યું છે. આમ આ અંગે તાકીદે પગલાં તેમજ તેમની માંગ સંતોપાઈ તેવી માંગ કરવામાં આવી છે. વધુમાં ટેકાના ભાવે ખરીદી નહી થવાથી ખુલ્લા બજારમાં ખેડૂતોનું આર્થિક શોષણનો આક્ષેપ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...