રજૂઆત:7મા પગારપંચના બાકી લાભોના પ્રશ્નો ઉકેલવા કર્મીઓની માગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નો હલ નહીં થાય તો વિવિધ લડતના કાર્યક્રમો થશે

સાતમા પગારપંચના બાકી લાભો સહિતના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગણી શિક્ષકો સહિતના કર્મચારીઓમાં ઉઠી છે. વણ ઉકેલ્યા પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર આપવામાં આવશે. ઉપરાંત કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી રજુઆત મુખ્યમંત્રીને ગુજરાત રાજ્ય કર્મચારી શિક્ષક અધિકારી લડત સમિતીના પ્રમુખે કરી છે.

સાતમા પગારપંચ મુજબ ભથ્થાઓ તથા અન્ય લાભો છઠ્ઠા પગારપંચ મુજબના જુના દરે જ મળે છે. આથી સાતમા પગારપંચના બાકી લાભો સહિતના કુલ-13 પડતર પ્રશ્નોનું નિરાકરણ મળે તે માટે ગત તારીખ 21મી, ઓક્ટોબર-2021ના રોજ લેખિત રજુઆત થઈ હતી. પરંતુ તેમ છતાં સરકાર તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યવાહી થઈ નથી. આથી રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ, ગુજરાત રાજ્ય ઓફિસર ફેડરેશનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળ, ગુજરાત રાજ્ય વર્ગ-4 કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય મનપા કર્મચારી સંકલન સમિતિ, ગુજરાત રાજ્ય બોર્ડ-નિગમ કર્મચારી મહામંડળ, ગુજરાત પાલિકા કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ મહામંડળ, ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ સહિતના કર્મચારી મંડળોના 18 હોદ્દેદારો સૂત્રોચાર કરાયા હતા. પડતર પ્રશ્નોના ઉકેલ માટે આવેદન આપવા સાથે લડતના કાર્યક્રમો 15 નવેમ્બરથી શરૂ કરાશે. જો કોઇ હકારાત્મક નિર્ણય આવશે નહી તો 16થી 18 નવેમ્બર સુધી શિક્ષકો અને અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...