તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મેયરની ગેરકાયદે બિલ્ડિંગને સીલ કરવા મહિલા કાઉન્સિલરની માગ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેયર સામે પગલાં ન લેવાય ત્યાં સુધી સામાન્ય સભાનો બહિષ્કાર થશે

શહેરના વોર્ડ-6ના મહિલા કાઉન્સિલર પિન્કીબહેન પટેલે શહેરના મ્યુ.કમિશ્નરને લેખિતમા રજૂઆત કરતા જણાવ્યુ છે કે અગાઉ પણ મે મેયરના ગેરકાયદે બિલ્ડિંગ તેમજ બસ સ્ટેશનની કામગીરીમાં ગેરરિતી આચરવામા આવી હોવાની રજૂઆત કરી છે તેમ છતા મેયરની ગેરકાયદે બિલ્ડિંગને સીલ કરવામા આવી નથી તેથી અમારી ફરી માગણી છે કે આ મામલે જ્યાં સુધી મેયર સામે પગલાં લેવા આપ સામાન્ય સભા નહી બોલાવો ત્યાં સુધી આપના દ્વારા બોલાવાનારી સભાનો અમે બહિષ્કાર કરવા નિર્ણય લીધો છે.

આ અંગે તેમણે વધુમા જણાવ્યુ છે કે મેયર દ્વારા નગરજનો સાથે કરવામા આવેલા અન્યાય અંગે અમારે હાઈકોર્ટનો આશરો લેવો પડ્યો છે. આ અંગે અમે મેયરના પતિ દ્વારા કરવામા આવેલા ગેરકાયદે બાંધકામ અંગે ત્રણ વાર પત્ર પાઠવતા વિકાસ પરવાનગી રદ કરાઈ હોવા છતાં બિલ્ડિંગને સીલ કરાઈ નથી. આ ઉપરાંત બસ સટેશન બનાવવાની કામગીરી સ્થાયી સમિતિ દ્વારા નામંજૂર કરવામા આવી છે તેના બજેટકોડમાં નાણાંની જોગવાઈ નથી અને આપને કોઈ મંજૂરી આપવાની સત્તા નથી તેમ છતાં તેમાં ઉતાવળ કેમ હતી કે તેમને 50000ના વાઉચર પર સહી કરવાનો પાવર ન હોવા છતાં 2.50 કરોડનું ટેન્ડર સ્થાયી સમિતિની મંજૂરી વગર આપી દીધું.

આ ઉપરાંત મેયર દ્વારા ગ્રાન્ટ ક્યાં વપરાઈ તે જાણવા નગરજનોને અધિકાર છે કે નહીં તે જાણવા અમે પત્ર લખવા છતા 15 દિવસ બાદ પણ તેનો જવાબ મળ્યો નથી.

આ સિવાય મેયર દ્વારા તેમના વિસ્તારમાં ડિવાઈડર સાથે રોડની કામગીરી માટે ટેન્ડર કરાયુુ છે તેમાં સરકાર દ્વારા બનાવાયેલા ક્રાઈટ એરિયાના આધારે જ રોડને પહોળા કરી શકાય છે.પણ સ્માર્ટ સિટી અંતર્ગત મળેલી ગ્રાન્ટનો સદુપયોગ ન કરી મેયરે અહંમ સંતોષવા આ કામગીરી કરી છે. આ તમામ બાબતો ગેરકાયદે અને ગેરબંધારણીય છે તેની સામે વિરોધ કર્યો છે. અમારી એકપણ રજૂઆતને ન્યાય મળ્યો નથી તેથી આગામી સમયમાં અમે પ્રજા સમક્ષ આ મુદા બહાર લાવી આપને ખુલ્લા પાડીશુ આ રજૂઆતોને આપ ગંભીરતાથી લેશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો