રજૂઆત:વિદ્યાસહાયક ભરતી પહેલાં બદલી કેમ્પ કરવાની શિક્ષકોની માગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બદલી કેમ્પ કરવાથી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની સાચી માહિતી મળશે

વિદ્યાસહાયકની ભરતીમાં ઉમેદવારોની સ્થળ પસંદગી કેમ્પ યોજવા માટે જિલ્લાઓને તારીખો આપી દેવાઈ છે ત્યારે ભરતી પહેલાં બદલી કેમ્પ કરવામાં આવે તો સાચા અર્થમાં ખાલી જગ્યાનું ચિત્ર સ્પષ્ટ થાય અને કોઈ શાળા શિક્ષકોની વંચિત ન રહે તેવી માગણી શિક્ષકોના બંને સંઘે કરી છે.

રાજ્યભરની પ્રા.શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની ભરતી શરૂ કરી છે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ જિલ્લા પસંદગીની કામગીરી પણ કરી દેવાઈ છે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓ માટે 3300 વિદ્યાસહાયકની ભરતી કરાઈ છે.

ઉમેદવારોની જિલ્લા પસંદગી બાદ શિક્ષણ વિભાગે દરેક જિલ્લાઓને શાળા પસંદગીનો કેમ્પ યોજવાની તારીખો જાહેર કરી છે ત્યારે ભરતી પહેલાં આંતરિક બદલી નહીં કરાય તો અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી રહેવાની શક્યતા રહેલી છે. આથી વિદ્યાસહાયકોના સ્થળ પસંદગી કેમ્પ યોજતાં પહેલાં બદલી કેમ્પ યોજવાની માંગણી પ્રાથમિક શિક્ષકોના બંને સંઘે કરી છે.

તાલુકા અને જિલ્લાની આંતરિક બદલી અને જિલ્લાફેર બદલી માટે હક્કદાર શિક્ષકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. આથી વહેલી તકે તમામ પ્રકારના બદલી કેમ્પોની તારીખો જાહેર કરીને કેમ્પો યોજવામાં આવે તેવી માંગણી સાથે પ્રાથમિક શિક્ષકોના બંને સંઘોએ શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...