રજૂઆત:સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટીના કેમ્પસમાં કાર્યરત અરિહંત કોલેજ રિન્યુઅલ પરમિશન રોકવા માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિની માંગણી

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ મુજબ આયુર્વેદીક અને હોમિયોપેથીક કોલેજ ચલાવવા માટે કોલેજના કેમ્પસમાં જ હોસ્પિટલ હોવી જરૂરી

ગાંધીનગરમાં ભોંયણ રાઠોડ ગામમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી આવેલી છે. જેના કેમ્પસમાં અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે, જેની રિન્યુઅલ પરમિશન રોકીને તાકિદે તપાસ હાથ ધરવામાં આવે તેવ માગણી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આયુષ વિભાગને આપવામાં આવેલા આવેદન પત્રમાં માંગણી કરાઈ છે કે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી જે ભોંયણ રાઠોડ ગામ, અડાલજ કલોલ હાઇવે, ગાંધીનગર મુકામે આવેલ છે. જેના કેમ્પસમાં આવેલી અરિહંત આયુર્વેદીક મેડિકલ કોલેજ અને રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. ભારત સરકારના આયુષ વિભાગના નિયમ અનુસાર આયુર્વેદીક અને હોમિયોપેથીક કોલેજ ચલાવવા માટે કોલેજના કેમ્પસમાં જ હોસ્પિટલ હોવી જરૂરી છે.

આ કોલેજને સંલગ્ન અરિહંત હોસ્પિટલ પણ ત્યાં જ આવેલી છે. આ હોસ્પિટલમાં થતી ઓ.પી.ડી, આઈ.પી.ડીના આધારે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અભ્યાસ પૂરતો થતો હોય છે. પરંતુ સમિતિના ધ્યાને આવેલું છે તે મુજબ આ હોસ્પિટલમાં આયુર્વેદીક કાઉન્સિલ, આયુષ મંત્રાલય તેમજ આરોગ્ય વિભાગ, ભારત સરકારના નિયમ મુજબ જરૂરી ઓ.પી.ડી, આઈ.પી.ડી થતી જ નથી. માત્ર રજીસ્ટર્ડ મેઇન્ટેઇન કરવામાં આવે છે.

ઉપરાંત MS/MD ડોકટર સ્ટાફ કે, આયુર્વેદીક મેડીકલ ઓફીસર કે કોલજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નિયમો અનુસાર જરૂરી પ્રોફેસરોના સ્ટાફ પૂરતો છે જ નહિ. ઘણો બધો સ્ટાફ માત્ર કાગળ પર જ દર્શાવેલ છે. અર્થાત મોટા ભાગનો ડેટા માત્ર કોલેજની વેબસાઈટ પર અને કાગળ પર મેનેજ કરવામાં આવે છે.તો માત્ર કાગળો ઉપર અને ડેટા ના આધારે ચાલતી આવી કોલેજ માં વિદ્યાર્થીઓ નું ભાવિ કઈ રીતે ઉજ્જવળ બનશે?

સાથે સાથે આ કેમ્પસમાં આયુર્વેદીક, હોમિયોપેથીક, ફિઝિયોથેરાપી અને બી.એસ.સી નરસિંગ અને જનરલ નરસિંગ એમ તમામ પ્રકારની કોલેજ એક જ બિલ્ડીંગમાં ચલાવવામાં આવે છે. જે તમામ કાઉન્સિલના નિયમોનો ભંગ કહી શકાય. આવી કોલેજોને સરકાર તરફથી પરમિશનના આપવાના બદલે અલગ અલગ નામે અર્થાત અલગ અલગ કોડ પાડીને પ્રથમ 60 સીટો અને ત્યારબાદ 40 સીટો એમ ટોટલ 100 આયુર્વેદીક સીટોની પરમિશન આપવામાં આવેલ છે.

તદઉપરાંત 60 હોમીયોપેથી સીટોની પણ પરમિશન આપવામાં આવેલી છે. આવી કોલેજોને રિન્યુઅલ માટે વાર્ષિક ઇન્સ્પેકશન થતા હોય છે. કોઈ પણ પ્રકારના દર્દીઓ વગર આ ઇન્સ્પેકશન કઈ રીતે કોની સહાયથી પુરા થાય છે એ પણ તપાસનો વિષય છે. આવી બોગસ યુનિવર્સિટીની આયુર્વેદીક અને હોમિયોપેથીક બન્ને કોલેજની રિન્યુઅલ પરમિશન રોકીને તેની વિગતવાર તપાસ કરવામાં આવે અને જરૂર જણાય તો મંજૂરી રદ પણ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. તેમ તેજસ દેલવાડિયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...