તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સિવિલના પેરામેડિકલ, મેડિકલ સ્ટાફને રજા નહીં આપવા માંગ

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અધિક્ષક અને ડીનની મંજૂરી વિના રજા મળશે નહીં

આનંદ અને ઉલ્લાસના પર્વ દિપાવલી અને નવા વર્ષની ઉજવણી જિલ્લાવાસીઓ પરિવાર સાથે કરી રહ્યા હશે. ત્યારે કોરોનાની મહામારીને પગલે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દર્દીઓને સાજા કરવા માટે રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી બજાવશે. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની રજાને મંજુર કરવાની સત્તા મેડિકલ કોલેજના ડિન અને સિવિલ હોસ્પિટલના અધિક્ષકને આપવામાં આવી છે.

ધમધમતા જીવનેશૈલીને કોરોનાની મહામારીએ જાણે ભુકંપ આવ્યો હોય તેમ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે કોરોનાની મહામારીએ દિપાવલીના આનંદ અને ઉલ્લાસના પર્વમાં પણ વેદના અને બિમારી મુકી દેતા લોકોની દિવાળી ફિક્કી બની રહી છે. જોકે કોરોનાની મહામારીને પગલે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સલામતી અને સાવચેતી રાખવાની સુચના આપી રહ્યું છે. ત્યારે જિલ્લાવાસીઓ દિવાળી અને નવાવર્ષની ઉજવણી પોતના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે કરી રહ્યા હશે. ત્યારે કોરોનાના ફ્રન્ટલાઇન વોરિયર્સ તેવા તબિબો અને પેરામેડિકલ સ્ટાફ કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓની સારવાર કરવા માટે રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી બજાવશે. કોરોનાને પગલે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની તમામ રજાઓ રદ કરી દીધી છે.

ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં તબદિલ કરી દીધી છે. જોકે કોરોનાના કેસ હજુ અટક્યા નથી આથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના મેડિકલ અને પેરામેડિકલ તમામ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ઉપરાંત આકસ્મિક કારણસર રજા મંજુર કરવાની જવાબદારી સિવલિ હોસ્પિટલના અધિક્ષક અને ગાંધીનગર મેડિકલ કોલેજના ડીનનેે સત્તા આપવામાં આવી છે. જ્યારે મેડિકલ કે પેરામેડિકલ સ્ટાફ બિમાર પડે તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ દ્વારા તેની મેડિકલ તપાસના રિપોર્ટના આધારે રજા મંજુર કરવા સહિતના કડક નિયમો કોવિડ-19ને પગલે બનાવ્યા છે. જોકે હાલમાં હોસ્પિટલમાં 160 જેટલા કોરોનાના દર્દીઓ ઇન્ડોર સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો