ચૂંટણી:ચૂંટણીમાં પ્રાથમિક શિક્ષકોને POની ડ્યૂટી ન સોંપવા માગ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય વિભાગના ઉચ્ચ કેડરના કર્મચારીઓને અન્ય કામગીરી સોંપાતા સ્વમાનનો ભંગ થયો હોવાની રાવ

વિધાનસભાની ચુંટણીમાં પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે. આથી અન્ય કામગીરી ઉચ્ચ કેડરના કર્મચારીઓને આપી છે. આથી આવા અધિકારીઓ અને કર્મચારીઓનો સ્વમાનભંગ થતો હોવાથી કામગીરીનો ઓર્ડર બદલવામાં આવે તેવી માંગણી શિક્ષકોની સંઘે કરી છે.

વિધાનસભાની બેઠકોની ચુંટણીનું મતદાન આગામી તારીખ 5મી, ડિસેમ્બરના રોજ યોજનાર છે. જ્યારે 8મી, ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આથી મતદાનની કામગીરી માટે મતદાન મથક ખાતે પ્રિસાઇડીંગ, પોલીંગ વન અને ટુ સહિતના કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે છે. જોકે જિલ્લા ચુંટણી પંચ દ્વારા પ્રિસાઇડીંગની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે. જ્યારે ત્યારબાદ પોલીગની કામગીરીમાં અન્ય વિભાગના ઉચ્ચ કેડરના અધિકારીઓ અને કર્મચારીઓને સોંપવામાં આવી છે. આથી પ્રાથમિક શિક્ષકોના હાથ નીચે કામગીરી કરવાની હોવાથી ઉચ્ચ કેડરના અધિકારીઓ અને કર્મચારીઓમાં નારાજગી ઉભી થઇ છે.

ઉપરાંત ઉચ્ચ કેડરના અધિકારીઓ અને કર્મચારીઓના સ્વમાન ભંગ થશે. જેને પરિણામે પ્રાથમિક શિક્ષકોને પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરી નહીં સોંપવાની માંગણી સાથે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત ચુંટણીની કામગીરીમાંથી અપંગ અને અશક્ત શિક્ષકોને મુક્તિ આપવામાં આવે તેવી પણ માંગણી પ્રાથમિક શિક્ષકોના સંઘે કરી છે.અન્ય કામગીરી ઉચ્ચ કેડરના કર્મચારીઓને આપી છે. આથી આવા અધિકારીઓ અને કર્મચારીઓનો સ્વમાનભંગ થતો હોવાથી કામગીરીનો ઓર્ડર બદલવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...