હાલાકી:વીજ કટોકટીમાં ખેતીવાડીમાં વીજ સપ્લાયને નિયમિત કરવા માંગ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રીપીગ તેમજ અણધાર્યો વીજ કાપથી ખેડૂતોને હાલાકી
  • ભારતીય કિસાન સંઘે ઉર્જા મંત્રીને લેખિત રજૂઆત કરી

સમગ્ર રાજ્યમાં વીજ કટોકટીના કારણે ખેતીવાડીમાં વીજ સપ્લાયને નિયમીત કરવાની માંગણી સાથે ભારતીય કિસાન સંઘે ઉર્જા મંત્રીને લેખિત રજુઆત કરી છે. સતત ટ્રીપીંગ તેમજ અણધાર્યો વીજ કાપથી ખેડુતોને હાલાકી પડી રહી છે. જોકે આગામી સમયમાં રવિ સીઝનના પાકનું વાવેતર કરવામાં આવનાર હોવાથી વીજકાપથી ખેડુતોની હાલત કફોડી બનશે.

વૈશ્વિક કોલસા અને વીજળીના જનરલ ઉત્પાદનમાં વિક્ષેપ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વીજ સપ્લાય આપવામાં આવે છે. ઉપરાંત ખેતી માટે 10 કલાક વીજળી સપ્લાય મળતો નથી. જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારના ખેડુતો તેમજ લોકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી છે.

કોલસાના કારણે ઉભી થનાર વીજ કટોકટીને પગલે હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં સતત ટ્રીપીંગની સમસ્યા સતાવી રહી છે. જોકે વીજ કંપની દ્વારા વીજ સપ્લાયની પરિસ્થિતી મુજબ નિશ્ચિત સમય પત્રક બદલાય તો આગોતરી જાણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં વીજળી ક્યારે આવશે અને ક્યારે જતી રહેશે તે નિશ્ચિત નહી હોવાથી સ્થિતિ કફોડી બની રહી છે.

જોકે વર્તમાન કોલસાની કટોકટીને જોતા એકાદ કલાક વીજળી ઓછી મળે તો ચાલે પણ તેની કોઇ લીમિટ રહી નથી. હાલમાં માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ વીજ કાપ છે. આથી ખેતીવાડીના ફિડરોમાં થ્રી ફ્રેઇઝ સિવાયના સમયે બિલકુલ સીંગલ ફેઇઝ પણ બંધ કરવામાં આવે છે. જેને પરિણામે ખેડુતો હાલાકી વેઠી રહ્યા હોવાથી યોગ્ય ઉકેલની માંગણી સાથે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલભાઇ દુધાત્રાએ રાજ્યના ઉર્જા મંત્રીને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...