તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનશનની ચીમકી:ગાંધીનગર સિવિલ કેમ્પસમાં મહિલા પરના અત્યાચાર મુદ્દે ગુનો નોંધવા માગ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર સિવિલ કેમ્પસ ખાતે ડોક્ટર દ્વારા મહિલા સાથે થયેલી અમાનવીય વ્યવહારના મુદ્દે કાર્યવાહી કરવાની પૂર્વ મહિલા કોર્પોરેટર રોશનબહેને મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે અને જો આ મહિલાને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે અનશન પર બેસવાની ચીમકી પણ આપી છે.

આ અંગે પૂર્વ કોર્પોટેર રોશનબહેન પરમારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે રજૂઆત કરી હતી કે ઝરીનાબેન સુભાન કટિયા સિવિલના ગેટ પાસે હાથ-રૂમાલ, કપડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. મહિલા પોતે વિધવા છે અને કોઈ સંતાન નથી. મજબૂરીમાં મહિલા ફૂટપાથ પર વેપારી કરે છે ત્યારે તે સમયે ડો. વિકી પરીખ દ્વારા મહિલાનો થેલો ઉપાડી ફેંકવાનો પ્રયત્ન કરાયો હતો. જેમાં થેલા સાથે મહિલાને પણ 50 ફૂટ ઢસેડીને મહિલાને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ત્યારે આવા અમાનવીય કૃત્ય કરનાર ડોક્ટર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તેઓએ માંગણી કરી છે. જો મહિલાને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે અનશન પર બેસવાની ચીમકી રોશનબહેન પરમારે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...