વિવાદ:નીતિન પટેલ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવાની માંગણી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કનોડિયા બંધુઓ મુદ્દે કરેલા નિવેદન અંગેે પ્રદર્શન, પ્રદર્શન કરનાર 150 SSD સભ્યોની અટકાયત

મોરબીમાં વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીના પ્રચાર વખતે જાહેરસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાતિવાચક શબ્દપ્રયોગ મુદ્દે પ્રદર્શનો થઈ રહ્યાં છે, ત્યારે નીતિન પટેલ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવાની માંગ સાથે પોલીસમાં અરજી થઈ છે. બંધારણીય અધિકાર આંદોલન સમિતિના સંયોજક હસમુખ સક્સેનાએ આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમણે રજૂઆત કરી છે કે, નીતિન પટેલે અનુસૂચિત જાતિ માટે જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તેના પર રાજ્યના સામાજિક ન્યાય ખાતાએ નોટિફિકેશનથી પ્રતિબંધ મુકેલો છે.

જેને પગલે તેઓએ આ મુદ્દે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવા માંગણી કરી છે. નીતિન પટેલ સામે પગલાંની માંગ સાથે સોમવારે રાજ્યભરમાંથી સ્વયમ સૈનિક દળ(SSD) સભ્યો ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચી એસએસડીના સૈનિકોએ પ્રદર્શન કર્યું હતું.જિલ્લા પંચાયત સામે સવારે 11 વાગ્યે શરૂ થયેલો અટકાયતનો દૌર રાત સુધી ચાલ્યો હતો. રાજ્યભરમાંથી આવતા કાર્યકરોની અટકાયત કરાઈ હતી. આ સાથે મંગળવારે સત્યાગ્રણ છાવણી ખાતે પણ એસએસડીના કાર્યકરોએ પ્રદર્શન કરતાં હતા તે દરમિયાન સાંજ સુધી 150થી વધુ સભ્યોની અટકાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...