રજૂઆત:કપાસના ભાવને કાબૂમાં લેવા આયાત ડ્યૂટી ઘટાડાની માંગ યોગ્ય

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયાત ડ્યૂટી ઘટાડવાની મિલરોની માંગને ભારતીય કિસાન સંઘનો ટેકો
  • કમોસમી વરસાદ અને વાવાઝોડાથી કપાસની ખેતી કરતા ખેડૂતોને માર પડ્યો

ગાંધીનગર કપાસના ભાવ કાબૂમાં લેવા આયાત ડ્યુટી ઘટાડવાના મિલરોની માંગને ભારતીય કિસાન સંઘે ટેકો આપ્યો છે. ઉપરાંત માંગણી કરી છે કે ચાલુ વર્ષે ચોમાસું નબળું, કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે કપાસનું વાવેતર કરતા ખેડૂતોને આર્થિક માર સહન કરવાની ફરજ પડી છે. ત્યારે સરકારી આયાત ડ્યુટી નહી ઘટાડવાની માંગણી ભારતીય કિસાન સંઘે કરી છે ત્યારે આ મામલે હવે સરકારથી કેવો પ્રતિભાવ મળે છે તે જોવાનું રહેશે.

છેલ્લા કેટલાય વર્ષો પછી હાલમાં વૈશ્વિક કપાસના બજારમાં માંગ અને ભાવ વધવાની સ્થિતી આવી છે. બજારમાં છેલ્લા કેટલાય વર્ષો પછી ખુલ્લા બજારના ભાવ જે લઘુત્તમ ટેકાના ભાવ કરતા ઉંચાની સ્થિતિ બની છે. ત્યારે કપાસના ભાવ કાબૂમાં લેવા આયાત ડ્યુટી ઘટાડવાના નિર્ણય નહી કરવાની માંગ મિલરોમાં ઉઠી છે. જોકે આયાત ડ્યુટી ઘટાડીને ભાવ નિયંત્રિત કરાશે. તો છેવટે ખેડુતોને જ આર્થિક માર સહન કરવો પડશે. જોકે ચાલુ વર્ષે ગત ચોમાસું પણ નબળું રહેવા પામ્યું હતું.

આ ઉપરાંત તાઉતે વાવાઝોડાને પગલે કપાસનું વાવેતર કરતા ખેડુતોને મહેનત પ્રમાણે ફળ મળ્યું નથી. પરંતુ ખોટનો ધંધો કરવાની સ્થિતિ ખેડુતોની બની રહી છે. ગ્લોબલ વોર્મિંગના સંજોગોનો સામનો ખેડુતો કરી રહ્યા છે. ત્યારે ખેડુતોને કપાસની ખેતીમાં માંડ ચાર પૈસા કમાઇને અન્ય ખેતીની ખોટ સરભર કરવાના સંજોગો ઉભા થયા છે.

બીજી તરફ ભાવોને કાબુમાં રાખવા માટે નિર્યાત બાન અને વાયદા ઉપર અંકુશ જેવા પગલાં માટેની રજુઆતો જે સમગ્ર દેશના કિસાનો માટે આઘાતજનક સમાચાર છે. જેનો ભારતીય કિસાન સંઘ વિરોધ કરીને ભાવો નિયંત્રણ કરવામાં આવે નહી તેવી માંગણી સાથે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લેખિત રજુઆત કરવામાં આવશે તેમ ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે.પટેલે જણાવ્યું છે. રાજ્યમાં આ વખતે શિયાળામાં પણ વરસાદ પડતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતીનું નિર્માણ થયુ છે આવી સ્થિતીમાં આયાત ડ્યૂટી ઘટાડાની માંગ યોગ્ય ગણી શકાય.

અન્ય સમાચારો પણ છે...